Windows 11 સાથે Infinixના નવા લેપટોપ ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

Infinix કંપનીએ પોતાના લેટેસ્ટ લેપટોપ ભારતમાં લોન્ચ કરી દીધા છે. હકીકતમાં આ એક સ્માર્ટ ફોન બનાવતી કંપની છે. જે હવે નવા સેગમેન્ટમાં સાહસ કરી રહી છે. ભારતમાં કંપનીએ Inbook x1 અને Inbook x1 Pro એમ બે મોડલ માર્કેટમાં મૂક્યા છે. જેમાં મુખ્ય ત્રણ વેરિયંટ લોન્ચ કરવામાં આવ્યા છે.

જે નવી ઓપરેટિંગ સિસ્ટમ windows 11 પર કામ કરે છે. Inbook X1 રૂ.35999 સ્ટાર્ટ થાય છે. આ માર્કેટ પ્રાઈઝ છે. જેમાં core i3 પ્રોસેસર અને 8gb રેમ મળે છે. જ્યારે 256 gb ની હાર્ડડિસ્ક આપવામાં આવી છે. જે SSD ટાઈપ છે. Core i5 પ્રોસેસર સાથેના લેપટોપની કિંમત રૂ.45999 નક્કી કરવામાં આવી છે. જેમાં 8gb રેમ અને 512 gb ની હાર્ડડિસ્ક આપવામાં આવે છે. જ્યારે Inbook X1 pro એક સિંગલ વેરિયંટ છે. જેમાં core i7 ની કિંમત રૂ.55999 નક્કી કરવામાં આવી છે. જેમાં 16gb રેમ અને 512gb ની હાર્ડડિસ્ક આપવામાં આવે છે. આ તમામ લેપટોપ રેડ, બ્લુ અને ગ્રે કલર્સમાં મળી રહેશે. આ લેપટોપનું વેચાણ તા.15 ડીસેમ્બરથી ફ્લિપકાર્ટ પર ઓનલાઇન શરૂ થશે. બંને લેપટોપની 14 ઇંચની સ્ક્રીન કોમન છે. જ્યારે 1080x1920 નું રિઝોલ્યુંશન આપવામાં આવે છે. આસ્પેકટ રેશિયો 16:9 છે. જ્યારે બ્રાઇટનેસમાં 300 nits આપવામાં આવી છે. આ સાથે મેટલ બોડી અને એલ્યુમિનયમના ગ્રેડ ફિનીશિંગ આપવામાં આવ્યા છે. I7 પ્રોસેસર માં Intel ice lake core i7 ચિપસેટ લાગેલી હોય છે. જ્યારે i3 ane i5 માં UHD Graphics યુનિટ આપવામાં આવે છે. I7 માં એડવાન્સ Iris plus 64 EU સિસ્ટમ આપવામાં આવે છે. 

બંને લેપટોપ મોડેલમાં બે USB 3.0, C Type પોર્ટ આપવામાં આવ્યા છે. જે બેસ્ટ પોર્ટેબલ આપેલા છે. જ્યારે એક USB 2.0 પોર્ટ છે. એક HDMI 1.4 અને 3mm જેક સાથે આપવામાં આવે છે. Inbook X1 માં 55wh ની બેટરી આપવામાં આવી છે. જ્યારે Inbook X1 pro માં 65 PD ફાસ્ટ ચાર્જ બેટરી આપવામાં આવી છે. જોકે બંનેમાં ડાર્કથીમ મોડ બેસ્ટ ફીચર્સ છે. આ સાથે ફ્લેટ કી પેડ પણ સારું છે. ખાસ કરીને પ્રોફેશનલ અને સ્ટુડન્ટ બંને ના ઉપયોગ માટે આ લેપટોપ બેસ્ટ છે. ગ્રાફિક્સ માટે મોટાભાગના લોકો i7 પ્રોસેસર પસંદ કરે છે. પણ UHD ગ્રાફિક્સમાં પણ બંનેનું પરિણામ સારું છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-02-2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો. વૃષભ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બુધવારે ગુજરાતનું બજેટ, સાઇઝ કેટલી હશે, રૂપિયા ક્યા ખર્ચાશે?

કેન્દ્રીય અંદાજપત્ર 1 ફેબ્રુઆરી એ રજૂ થયું હવે 18 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્રના બીજા દિવસે...
Gujarat 
બુધવારે ગુજરાતનું બજેટ, સાઇઝ કેટલી હશે, રૂપિયા ક્યા ખર્ચાશે?

મારુતિએ રજુ કરી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, E-વિટારા થઇ લોન્ચ, કિંમત છે આટલી

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક, મારુતિ સુઝુકી માટે આજે એક મોટો દિવસ છે. કંપનીએ તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, ...
Tech and Auto 
મારુતિએ રજુ કરી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, E-વિટારા થઇ લોન્ચ, કિંમત છે આટલી

કંપનીમાં રીપેરીંગ માટે મોકલવામાં આવેલી ઓલા બાઇક થઇ ગુમ! CEO સામે ધરપકડ વોરંટ

દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત હાલ પૂરતા તો દેખાતા નથી લાગતા. પહેલાથી જ...
Tech and Auto 
કંપનીમાં રીપેરીંગ માટે મોકલવામાં આવેલી ઓલા બાઇક થઇ ગુમ! CEO સામે ધરપકડ વોરંટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.