
Nissanએ આજે ઇન્ડિયન માર્કેટમાં પોતાની સૌથી સસ્તી SUV, Nissan Magniteની નવી Geza Edition લોન્ચ કરી છે. આ નવા સ્પેશિયલ એડિશનમાં કંપનીએ કેટલાક ખાસ બદલાવ કર્યા છે અને તેની શરૂઆતી કિંમત 7.39 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ SUVનું ઓફિશિયલ બુકિંગ પહેલા જ શરૂ થઈ ચુક્યુ છે, ગ્રાહક 11000 રૂપિયાની રકમ જમા કરી SUVનું બુકિંગ કરી શકે છે. આ SUV કુલ પાંચ કલર્સમાં ઉપલબ્ધ છે, જેમા બ્લેડ સિલ્વર, પ્લેયર ગાર્નેટ રેડ, સ્ટ્રોમ વ્હાઇટ, સેંડસ્ટોન બ્રાઉન અને ઓનિક્સ બ્લેક કલર સામેલ છે. Magnite Gezaનું સ્પેશિયલ એડિશન, જાપાની થિયેટર અને તેના ઇમોશનલ મ્યુઝિકલ થીમ્સથી પ્રેરિત છે. તેમા ખાસ ઇન્ફોટેન્મેન્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમા હાઈ-રિઝોલ્યૂશન વાળા 22.86 સેન્ટીમીટર ટચસ્ક્રીન, વાયરલેસ કનેક્ટિવિટી સાથે એન્ડ્રોઈડ કારપ્લે, પ્રીમિયમ જેબીએલ સ્પીકર્સ, ટ્રજેક્ટરી રિયર કેમેરા, એપ-બેઝ્ડ કંટ્રોલ્સની સાથે એમ્બિએન્ટ લાઇટિંગ, શાર્ક ફિન એન્ટીના પ્રીમિયમ બેજ કલર સીટ અપહોલ્સ્ટી વગેરે મળે છે.
Magnite Geza સ્પેશિયલ એડિશનના ખાસ ફીચર્સ
તેના એન્જિન મિકેનિઝ્મમાં કોઈપણ પ્રકારના બદલાવ કરવામાં નથી આવ્યા. આ કોમ્પેક્ટ SUVમાં 1.0 લીટર નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ મેન્યુઅલ (72 PS નો પાવર અને 96 Nmનો ટોર્ક), 1.0 લીટર ટર્બો પેટ્રોલ મેન્યુઅલ (100 PS પાવર અને 160 Nm ટોર્ક) અને 1.0 લીટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિનની સાથે આવે છે. તેને રેગ્યુલર મોડલમાં 8 ઇંચ ટચસ્ક્રીન, 7 ઇંચ TFT ની સાથે પૂરી રીતે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો તેમજ કારપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, જેબીએલ સાઉન્ડ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે.
આ સેફ્ટી ફીચર્સને કરવામાં આવ્યા સામેલ
Magnite ને કંપનીએ વર્ષ 2020માં પહેલીવાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી હતી. ઓછી કિંમત, સારું પરફોર્મન્સ અને લો-મેન્ટેનન્સના પગલે આ SUV સેગ્મેન્ટમાં ખૂબ જ પ્રચલિત છે. જોકે, છેલ્લાં કેટલાક મહિનાથી તેના વેચાણમાં ઘટાડો આવ્યો છે. આ નવા સ્પેશિયલ એડિશનને લોન્ચ કરવા સાથે કંપનીને તેના વેચાણમાં સુધારાની આશા છે. નિસાનનો દાવો છે કે, આ એસયૂવીને મેન્ટેનન્સ કોસ્ટ સેગ્મેન્ટમાં સૌથી ઓછો છે. Magnite Geza પર માત્ર 35 પૈસા/કિમીનો મેન્ટેનન્સ ખર્ચ આવે છે. આ કાર 2 વર્ષ (50000 કિમી)ની વોરંટી સાથે આવે છે જેને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp