આ કાર કંપની ભારતમાં વેચી રહી છે માત્ર 1 મોડલ, તેમાં પણ ભારે ડિસ્કાઉન્ટ

ભારતમાં ઘણી કાર કંપનીઓ ઘણી સેગમેન્ટમાં પોતાની કારો વેચી રહી છે. પછી તે હેચબેક હોય કે SUV. દરેક કંપનીના એક ખાસ સેગમેન્ટમાં 2-3 મોડલ્સ જરૂર વેચી રહી છે. હાલના સમયમાં એક કાર કંપનીને માર્કેટમાં બન્યા રહેવા માટે દરેક સેગમેન્ટમાં પોતાની કારોને રજૂ કરવી જરૂરી છે. જો કે, ભારતમાં કાર વેચનારી એક એવી કંપની છે કે માત્ર એક મોડલના બળે બજારમાં ટકેલી છે. જાપાની કાર નિર્માતા નિસાન ભારતમાં માત્ર એક જ મોડલ વેચી રહી છે.
એક સમય હતો, જ્યારે નિસાન ભારતમાં હેચબેક, સેડાન અને SUVનું વેચાણ કરી રહી હતી, પરંતુ આજે કંપની માત્ર એક મોડલ પર આવી ગઈ છે. હાલના સમયમાં નિસાન ભારતમાં માત્ર એક મોડલ Nissan Magnite SUVનું વેચાણ કરી રહી છે જે ટાટા પંચ, રેનો કાઈગર અને હ્યુન્ડાઇ વેન્યૂ જેવી કારોને ટક્કર આપે છે. નિસાન એ જ કંપની છે જે ભારતમાં સની, માઇક્રા, ટેરાનો અને કેપ્ચર જેવી પોપ્યુલર કારોનું વેચાણ કરતી હતી.
કેમ થઈ એવી હાલત?
નિસાનની કેટલીક કારો ઓછા સેલ્સના કારણે તો કેટલીક નવી એમિશન નૉર્મસ મુજબ અપગ્રેડ ન થવાના કારણે બંધ કરી દેવામાં આવી. ભારતીય બજારમાં હોન્ડા, મારુતિ અને હ્યુન્ડાઈથી મળી રહેલી સખત ટક્કરના કારણે નિસાનની કારો વધુ વેચાઈ રહી નહોતી. એ સિવાય કંપનીના લાઇનઅપની મોટા ભાગની કારો રેનોની કારોનું રિબેઝ્ડ વર્ઝન હતી. આ કારણે ઘણી બાબતે સારી હોવા છતા આ કારો લોકોને પસંદ ન આવી. ભારતમાં કંપનીની બંધ થનારી અંતિમ કાર નિસાન કેપ્ચર હતી, જેને BS-6 ફેઝ-2માં અપગ્રેડ ન થવાના કારણે બંધ કરી દેવામાં આવી. તો આ કાર બંધ થવાનું વધુ એક કારણ તેનું ઓછું વેચાણ પણ રહ્યું.
ઉલ્લેખનીય છે કે નિસાન હવે ભારતીય માર્કેટમાં એક જ કાર મોડલ જ વેચી રહી છે અને તે છે નિસાન મેગ્નાઇટ. આ કારણે કંપનીની પાછલી બધી કારોથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. જો કે, કોમ્પિટિશન સાથે તુલના કરીએ મેગ્નાઇટની સેલ્સ પણ વધારે નથી. ભારતમાં કંપની આ SUVના દર મહિને 3000 યુનિટ વેચી શકે છે. નિસાન મેગ્નાઇટને ભારતીય માર્કેટમાં 6 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ)ની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો તેના ટોપ વેટિયન્ટની કિંમત 10.7 લાખ રૂપિયા સુધી જાય છે. તો મે મહિનામાં કંપની કાર પર 57,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. નિસાન ઇન્ડિયન આગામી વર્ષે ભારતમાં X-Trail, Qashqai અને Juke જેવી કારો લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp