ન લાયસન્સ જરૂરી, ન રજિસ્ટ્રેશન, હોન્ડાનું E-સ્કૂટર એક ચાર્જ પર 20 KM ચાલશે

PC: carandbike.com

આપણે બધા ક્યારેકને ક્યારેક વધતો ટ્રાફિક, પ્રદૂષણ અને પાર્કિંગની સમસ્યાનો સામનો કરી ચુક્યા હોઈએ છીએ. પછી તે કાર હોય, બાઇક હોય કે સ્કૂટર દરેકને આ ત્રણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે હોન્ડાએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. કંપનીએ આ માટે એક ખાસ સ્કૂટર તૈયાર કર્યું છે. તે એકદમ નાનું છે અને શહેરમાં ચલાવવા માટે આ એક યોગ્ય વાહન છે. લાસ્ટ માઈલ મોબિલિટી સોલ્યુશન હેઠળ તૈયાર કરાયેલા આ સ્કૂટરને મોટો કોમ્પેક્ટો નામ આપવામાં આવ્યું છે.

આ સ્કૂટરની ખાસ વાત એ છે કે, તેને સૂટકેસની જેમ પેક કરીને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે. તેને કોઈપણ કારના બુટમાં સરળતાથી રાખી શકાય છે. તેને ખાસ બનાવવા માટે હોન્ડાએ લેટેસ્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. તો ચાલો જાણીએ આ નાના અમથા સ્કૂટરની ખાસ વિશેષતાઓ શું છે.

જે કોઈ પણ વ્યક્તિ આ સ્કૂટર ખરીદશે તે વ્યક્તિ માટે સૌથી મોટો ફાયદો એ થશે કે તેની ટોપ સ્પીડ ઓછી હોવાને કારણે અને તે ઈલેક્ટ્રિક સાઈકલ કેટેગરીમાં આવવાને કારણે તેના માટે ન તો રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે કે, ન તો લાઈસન્સ મેળવવાની જરૂર પડશે.

હવે તેની બીજી મોટી ખાસિયતની વાત કરીએ તો એ છે કે, આ સ્કૂટરને સરળતાથી ફોલ્ડ કરી શકાય છે. કંપની દ્વારા તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, ફોલ્ડ કર્યા પછી તે એક બ્રીફકેસ જેવું બની જશે અને તેને સરળતાથી ઉપાડી પણ શકાય છે. તેમાં સાઇડ સ્ટેન્ડ, ફૂટરેસ્ટ, હેન્ડલબાર અને સિંગલ સીટ આપવામાં આવી છે, જે જરૂર પડ્યે ફોલ્ડ થઇ જાય છે.

કંપનીએ સ્કૂટરમાં 490 વોટનું બેટરી પેક આપ્યું છે. આ સ્કૂટરને 24 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ચલાવી શકાય છે. વળી તે, એકવાર ચાર્જ કર્યા પછી, તે લગભગ 20 કિલોમીટરની રેન્જ આપે છે. તેની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં 4 કલાક જેટલો સમય લાગતો હોય છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન પણ ઘણું ઓછું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, તેને સરળતાથી ઉપાડી શકાય છે અને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. સ્કૂટરનું કુલ વજન માત્ર 19 કિલો છે. જોકે, કંપનીએ હજુ સુધી આને ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત શું હશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp