CT સ્કેન, MRI અને એક્સરેની જરૂર નહીં પડે, આંખના સ્કેનિંગથી રોગોની ઓળખ થશે!
Google AI મેડિકલ સેક્ટરમાં ઘણા મોટા ફેરફારો લાવશે. ખુદ ગૂગલના સુંદર પિચાઈએ એક વીડિયોમાં આ જાણકારી આપી છે. હવે ઘણા રોગો ફક્ત આંખના સ્કેન દ્વારા શોધી શકાય છે, જેના માટે હાલમાં CT સ્કેન, MRI અને એક્સરે વગેરે કરવામાં આવે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી શાળા, કોલેજ કે ઓફિસ વગેરેનું કામ ઝડપથી અને સચોટ રીતે કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે AI થી જલ્દી જ બીમારીને શોધી શકશે અને તે સારવારમાં પણ મદદ કરશે. આ વાત ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ કહી છે.
વાસ્તવમાં, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે, જે ગૂગલની જૂની ઇવેન્ટનો છે. આ વીડિયોમાં સુંદર પિચાઈ ગૂગલ AIના ફીચર્સ જણાવી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે કેવી રીતે આ AI સિસ્ટમ મેડિકલ સેક્ટરમાં ક્રાંતિકારી બદલાવ લાવશે.
Google AI ટૂંક સમયમાં ઘણા ક્ષેત્રોને મજબૂત કરશે. સુંદર પિચાઈએ કહ્યું કે Google AIના ઊંડા વિશ્લેષણનો ઉપયોગ કરીને માત્ર આંખના રેટિનાને સ્કેન કરીને ઘણી બીમારીઓ શોધી શકાય છે. આટલું જ નહીં તે થનારા રોગોની આગાહી પણ કરી શકે છે. આ માટે બ્લડ સેમ્પલ અને કાપો પાડવાની વગેરેની જરૂર રહેશે નહીં.
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક યુઝરે સુંદર પિચાઈનો વિડીયો શેર કર્યો અને લખ્યું કે, હવે માત્ર આંખના સ્કેનથી જ ઘણી બીમારીઓ જાણી શકાય છે, જેના માટે હાલમાં CT સ્કેન, MRI અને એક્સરે વગેરે કરવામાં આવે છે.
સુંદર પિચાઈએ કહ્યું કે, માત્ર એક રેટિના સ્કેનથી ઉંમર, જૈવિક સેક્સ, ધૂમ્રપાનની આદત, ડાયાબિટીસ, BMI અને બ્લડ પ્રેશર વિશે માહિતી મળશે. વીડિયો અનુસાર દરેક માહિતીમાં બે વિકલ્પ આપવામાં આવ્યા છે, જેમાંથી એકમાં આગાહી અને વાસ્તવિક સ્થિતિ મળશે.
Good bye to CT Scan,MRI, Xray. Cardiovascular events can be predicted by eye scan.
— Harinder S Sikka (@sikka_harinder) June 18, 2023
Doctors can now get clear view of what is inside the body of a patient. Sundar Pichai, Google AI pic.twitter.com/bOq8VLnB2M
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, Google AI સાથે માત્ર એક ડૉક્ટર જ ઘણા મેડિકલ રિપોર્ટનું વિશ્લેષણ કરી શકશે. 24 કલાક કે 48 કલાક પછી દર્દીની સ્થિતિ શું હશે તેનો પણ ડોક્ટર અંદાજ લગાવી શકશે. આવી સ્થિતિમાં, ડૉક્ટરને દર્દીઓની ભરતી કરવી સરળ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp