Nokia T10 રિવ્યૂ: ઓછી કિંમતના કારણે ખરીદવા માગો છો? પહેલા જાણી લો આ વાતો

PC: nokia.com

 Nokia નામ સાંભળતા જ ઘણા લોકોને જૂના દિવસો યાદ આવી જાય છે. એક સમયે કંપનીનો બજાર પર દબદબો હતો, પરંતુ હવે સ્થિતિ ખૂબ બદલાઈ ગઈ છે. HMD ગ્લોબલ નોકિયા નામ સાથે ઘણા ફોન્સ લોન્ચ થઇ રહ્યા છે. કંપની મોટા ભાગના સ્માર્ટફોન્સને બજેટ સેગમેન્ટમાં જ ઉતારે છે. હાલમાં જ કંપનીએ પોતાના નવા ટેબલેટ Nokia T10ને ઉતાર્યુ છે. આ ટેબલેટને બજેટ સેગમેન્ટમાં ઉતાર્યું છે. તેને બાળકોને ગેમ રમવા કે સ્ટડી માટે આપી શકાય છે. એ સિવાય ઈન્ટરનેટ પર્પસથી પણ લઈ શકાય છે. આ ટેબલેટને અમે યુઝ કરી રહ્યા છીએ અને અહી તેનું આખું રિવ્યૂ બતાવી રહ્યા છીએ.

Nokia T10ની ડિઝાઇન ખૂબ જ બેઝિક છે. તેની રિયર પેનલ પોલિકાર્બોનેટ સાથે આવે છે. અમને રિવ્યૂ માટે ઓસિયાન બ્લૂ યનિટ મળ્યું. પ્લાસ્ટિક ફિલના કારણે ઘણા લોકોને નિરાશા થઈ શકે છે, પરંતુ બજેટ સેગમેન્ટમાં તેનાથી વધારે તમે આશા નહીં રાખી શકો. ટેબલેટ 8 ઈંચનું હોવાના કારણે હલકું છે અને સરળતાથી તેને હોલ્ડ કરી શકાય છે.

ડિસ્પ્લે:

આ ટેબલેટમાં 8 ઈંચની HD+ સ્ક્રીન આપવામાં આવી છે. તેનો ઉપયોગ તમે વીડિયો જોવા માટે કરી શકો છે. એ સિવાય તેના પર તમે ઇ-બૂક પણ વાંચી શકો છો. જો કે, તેમાં વાઈડલાઇન L1 સર્ટિફિકેશન મળતું નથી. આ કારણે તમે OTT પ્લેટફોર્મ પર HD રિઝોલ્યૂશનમાં કન્ટેન્ટ નહીં જોઈ શકો. ફોનની ડિસ્પ્લે એટલી વધારે શાર્પ નથી, પરંતુ બજેટ ટેબલેટના હિસાબે આશા પણ નહીં કરી શકાય.

કેમેરા:

ટેબલેટના રિયરમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તે ઓટો ફોકસ સાથે આવે છે. તેમાં LED ફ્લેશ પણ આપવામાં આવી છે. ફોનના ફ્રન્ટ વીડિયો કોલ માટે 2 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. જો કે ફોટોની ક્વાલિટી વધારે સારી નથી. જો કે, વીડિયો કોલ માટે સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરી શકાય છે. તેની સાથે ઘણા બ્યૂટી ઓપ્શન આપવામાં આવ્યા છે. તેનાથી તમે સ્ક્રીન ટેક્સચરને વધારી શકો છો.

પરફોર્મન્સ:

Nokia T10ના પરફોર્મન્સની વાત કરીએ તો તેને બેઝિક વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય છે. તેમાં Unisoc T606 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેનાથી બેઝિક ફંક્શન્સ જેમ કે વેબ બ્રાઉઝિંગ, મલ્ટી મીડિયા કંજમ્પ્શન અને મૉડરેટ ગેમિંગ સરળતાથી કરી શકાય છે. ટેબલેટ આ વસ્તુઓને સરળતાથી મેનેજ કરી શકાય છે. તેમાં 32GBની ઇન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. તેને MicroSD કાર્ડની મદદથી વધારી શકાય છે. તેની સાથે LTE એનેબલ્ડ મળે છે. તેનાથી તમે સીમ કાર્ડની મદદથી 4Gને એક્સેસ કરી શકો છો. તેનાથી તમે Wi-Fiથી કનેક્ટ ન થવા પર પણ ટેબલેટનો ઉપયોગ કરી શકો છો.

બેટરી:

Nokia T10માં 5250mAhની બેટરી આપવામાં આવી છે. તેને તમે મૉડરેટ યુઝ સાથે લગભગ 2 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમે વધારે ફિલ્મ જુઓ છો કે ગેમ રમો છો તો એ એક દિવસ સુધી ચાલી શકે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું નથી. આ કારણે તમને તેને ચાર્જ કરવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે.

બોટમ લાઇન:

બજેટ કિંમતમાં જો તમે એન્ટરટેનમેન્ટ કે બાળકોને આપવાના પર્પસથી ટેબલેટ લેવા માગો છો તો તમે તેની સાથે જઈ શકો છો. તેના પર બેઝિક મલ્ટીમીડિયા સાથે વેબ બ્રાઉઝિંગ જેવા કામ કરી શકાય છે, પરંતુ જો તમારી જરૂરિયાત વધારે છે તો તમારે બીજા ટેબલેટ સાથે જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp