Nokia X30 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, વડાપ્રધાન મોદી સાથે શું છે કનેક્શન?

PC: ddnews.gov.in

Nokia X30 જલ્દી જ ભારતમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. તેને લઇને ભારત માટે HMD ગ્લોબલના વાઇસ પ્રેસિડન્ટ સનમીત કોચરે ઘોષણા કરી દીધી છે. જોકે, તેની લોન્ચ ડેટને લઇને તેમણે હજુ જાણકારી નથી આપી. ખાસ વાત એ છે કે આ ફોન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કનેક્શન જોડવામાં આવી રહ્યું છે.

સનમીત કોચરે એક ન્યુઝને કોટ કરતા આ ફોન વિશે જાણકારી આપી છે. તેમણે એ ન્યુઝને ક્વોટ કરી હતી કે, જેમાં રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ પહેરેલા જેકેટને લઇને કહ્યું હતું. આ ન્યુઝમાં કહેવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જેકેટ પહેરેલું છે તેને રીસાઇકલ્ડ પ્લાસ્ટિક બોટલથી તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે એ વાતને હાઇલાઇટ કરતા કહ્યું કે, Nokia X30 5Gને 100 ટકા રિસાઇકલ્ડ એલ્યુમીનિયમ અને 65 ટકા રિસાઇકલ્ડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમણે પ્રાઇમ મિનિસ્ટરનો આ પગલા માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કંપનીઓ સતત રિસાઇકલ્ડ મટિરિયલના સ્માર્ટફોન બનાવી રહી છે. ફક્ત HMD ગ્લોબલ જ નહીં પણ એપલ, સેમસંગ અને ગુગલ જેવી કંપનીઓ પણ રિસાઇકલ્ડ મિટિરયલનો ઉપયોગ પોતાના ફ્લેગશિપ મોબાઇલ બનાવવામાં કરી રહી છે. તેનાથી કાર્બન ફુટપ્રિંટને ઓછી કરવામાં મદદ મળી રહી છે. કંપનીએ વડાપ્રધાન મોદીના રિસાઇકલ્ડ જેકેટના સંબર્ભમાં પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરી લીધી. કંપનીએ આ બહાને એ કહેવાની કોશિશ કરી કે આ મોબાઇલ એનવાયરમેન્ટ ફ્રેન્ડલી છે.

Nokia X30 5Gને ગયા વર્ષે વર્ષ સપ્ટેમ્બરમાં બર્લિન IFA 2022ની ઇવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ત્રણ વર્ષના ઓપરેટિંગ સિસ્ટમના અપગ્રેડ અને મંથલી સિક્યોરિટી અપગ્રેડ્સ પણ આપવામાં આવશે.

તેમાં 6.43 ઇંચની Full HD OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90 Hzનો રહી શકે છે. આ ફોન ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસરની સાથે આવે છે. તેમાં 128 ગીગા બાઇટ સુધીની સ્ટોરેજ સ્પેસ આપવામાં આવશે. Nokia X30 5Gનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp