માતાનું સૌંદર્ય, પિતાનું બળ, આવા બાળકો પેદા થઇ શકશે, જાપાનને મળી સફળતા

PC: pexels.com

લોબોરેટરીમાં ભ્રૂણ તૈયાર કરવાની ટેક્નિક પહેલાથી જ છે, પરંતુ ભવિષ્યમાં લેબમાં બાળકોને જન્મ પણ આપી શકશે. જાપાનના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે. તેમને લેબમાં અંડાણું અને શુક્રાણુ બનાવવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે, માનવમાં આ 5 વર્ષમાં સંભવ થઈ શકશે. વૈજ્ઞાનિકોને લેબમાં ઉંદરોમાં શુક્રાણુ અને અંડાણું બનાવવામાં સફળતા મળી છે. તેનાથી ભ્રૂણ પણ બનશે, ત્યારબાદ કુત્રિમ ગર્ભમાં વિકસિત કરવામાં આવશે.

જાપાનની ક્યૂશૂ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પ્રો. કત્સુહિકો હયાશીના નેતૃત્વમાં ઉંદરો પર કરવામાં આવેલો પ્રયોગ સફળ રહ્યો છે. તેમણે કહ્યું જે, હવે માનવમાં આ પરિણામોને લાગૂ કરવાની જરૂરિયાત નથી, મનુષ્યોના ઈંડા જેવી કોશિકાઓનું ઉત્પાદન કરવામાં 5 વર્ષ લાગશે. જર્નલ ‘નેચર’માં આ વર્ષે માર્ચમાં આ શોધ પ્રકાશિત કરવામાં આવી હતી. વર્ષ 2028 સુધી તે હકીકતમાં બદલાઈ જશે.

તેમણે જણાવ્યું કે, જે ટેક્નિકનો ઉપયોગ ઉંદરો પર કરવામાં આવ્યો છે, જલદી જ તેનો ઉપયોગ માણસોની કોશિકાઓ પર કરવામાં આવશે. આ ટેક્નિક 2 પુરુષોને પણ પિતા બનાવવાનો રસ્તો સાફ કરશે. આ પ્રકારે સમલૈંગિક પુરુષ પણ બાળકોના પિતા બની શકશે. હયાશી અને તેમની ટીમે હાલમાં જ લેબમાં 7 ઉંદરો વિકસિત કર્યા છે. તેમના જૈવિક માતા-પિતા જ નર ઉંદરો હતા. નર ઉંદરની ત્વચા કોશિકાઓનો ઉપયોગ કરીને અંડાણું અને શુક્રાણુ બનાવવામાં આવ્યા. પછી ફર્ટિલાઇઝ કરાવવામાં આવ્યા.

લેબમાં માનવ શુક્રાણુ અને અંડાણું વિકસિત કરવાની અમતાને આ વિટ્રો ગેમેટોજેનેસિસ (IVG) કહેવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિના લોહી કે ત્વચાથી કોશિકાઓને લઈને સેલ બનાવવામાં આવે છે. આ કોશિકાઓ અંડાણું અને શુક્રાણુ બનાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે, પરંતુ અત્યાર સુધી ભ્રૂણ બનાવી શક્યા નથી. તે સાકાર થયા બાદ દુનિયામાં લોકોનું વાંઝિયાપણા જેવી સમસ્યા હંમેશાં દૂર થઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, આખી દુનિયામાં 6માંથી એક વાંઝિયાપણાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેમના માટે આ ટેક્નિક કોઈ આશીર્વાદથી ઓછી નહીં હોય. હયાશીએ જણાવ્યું કે, તેનો એક ફાયદો એ છે કે, કોઈ પણ ઉંમરની મહિલા પાસે બાળક હશે. વૈજ્ઞાનિકોની આ પ્રકારની ટેક્નિકનો ફાયદો ઉઠાવવાનું જોખમ પણ વધશે. ડેઇલી મેલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાળકોમાં એવા બદલાવ કરી શકાશે જે માતા-પિતા તેમાં જોવા માગે છે એટલે કે લેબમાં ડિઝાઇનર બાળકો તૈયાર કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp