હવે નહીં રહે સ્કૂટર ચોરીનો ડર, Honda લોન્ચ કરશે નવું Activa, મળશે આ ખાસ ફીચર

PC: news18.com

Honda Motercycle and Scooter India આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીના રોજ પોતાનું નવું મોડલ લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. કંપનીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેની નવી પ્રોડક્ટ નવા એડવાન્સ ફીચર્સથી લેસ હશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ Activaનું નવું અપડેટેડ મોડલ હોઈ શકે છે. Activa કંપનીના પોર્ટફોલિયોનું બેસ્ટ સેલિંગ મોડલ છે અને વર્ષ 2020ની શરૂઆતમાં કંપનીએ તેના હાલના જનરેશનને જાહેર કર્યું હતું. ત્યારથી આ સ્કૂટરનું કોઈ નવું અપડેટ આવ્યું નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કંપની નવા Activaને H-Smart ટેકનીકની સાથે માર્કેટમાં જાહેર કરશે.

Honda તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં જે ટીઝર અંગે વાત કરવામાં આવી હતી તેમાંથી પણ આ જ વાતના સંકેત મળી રહ્યા હતા કે કંપની પોતાના નવા પ્રોડક્ટમાં H-Smart ટેકનીકનો ઉપયોગ કરશે. સંભવ છે કે કંપની તેને Activa H-Smart નામ આપે. જોકે હજુ સુધી કંપની તરફથી આ સ્કૂટર અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

Honda કાલે આ સ્કૂટરને ઓફિશિયલી એક ઈવેન્ટમાં લોન્ચ કરશે. રિપોર્ટ્સનું કહેવું છે કે Honda પોતાની H-Smart ટેકનીકના રૂપમાં એક નવા એન્ટી-થેફ્ટ સહિત ઘણા નવા ફીચર્સને આ સ્કૂટરમાં સામેલ કરી શકે છે. માર્કેટમાં આવ્યા પછી આ સ્કૂટર મુખ્યરૂપથી પોતાના પ્રતિદ્વંદ્વી TVS Jupiterને બરાબરની ટક્કર આપશે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ સ્કૂટરનું વજન હાલના મોડલના મુકાબલે થોડું ઓછું હોઈ શકે છે. તે સિવાય બોડી પર એચ-સ્માર્ટ ગ્રાફિક્સ વગેરે પણ જોવા મળી શકે છે.

Activa H-Smartમાં કંપની એન્ટી-થેફ્ટ ટેકનીકનો ઉપયોગ કરી રહી છે. આ એક ઘણું જ ઉપયોગી ફીચર છે. સામાન્ય રીતે જ્યારે સ્કૂટર લોકની સ્થિતિમાં હોય છે એટલે કે તમે ક્યાંક પાર્ક કર્યું હોય છે અને તે સ્થિતિમાં કંપની, વ્હીલ રોટેશન, પાવર ઓન અથવા એન્જિન સ્ટાર્ટ થાય છે તો આ સિસ્ટમ તત્કાળ અલાર્મ વગાડે છે અને મોટરને લોક કરી દે છે. તેનાથી તમે વિચારતા તો થઈ જશો અને તેની સાથે ચોર વાહનને લઈને ક્યાંય ભાગી પણ નહીં શકે.

મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ સ્કૂટરના એન્જિન મિકેનીઝમમાં પણ થોડા બદલાવ કરી શકે છે. સંભવ છે કે નવું એન્જિન વધારે પાવરફુલ હશે. આ સ્કૂટરમાં 110 ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર, એર કુલ્ડ યુનિટનો ઉપયોગ થશે, જે 7.80 bhpનો પાવર જનરેટ કરશે. જોકે હાલનું મોડલ 7.68 bhpનો પાવર જનરેટ કરે છે.

જણાવી દઈએ કે કંપની પહેલા જ પોતાના વાહનોમાં Honda ઈગ્નિશન સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગ કરતી આવી રહી છે અને હવે નવી H-Smart સુધી સ્કૂટરોની રેન્જને વધારે પ્રીમિયમ બનાવી દેશે. Activa કંપની તરફથી જાહેર કરવામાં આવનારું પહેલું મોડલ હશે, જેમાં આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. નવા ફીચર અપડેટ પછી આશા છે કે તેની કિંમત થોડી વધી જશે. હાલમાં Honda Activa 6Gની કિંમત 73176 રૂપિયાથી લઈને 76677 રૂપિયાની વચ્ચે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp