ઓછી કિંમત, સારી ડ્રાઇવિંગ રેન્જ! લોન્ચ થયું Okayaનું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર

PC: auto.hindustantimes.com

દેશની પ્રમુખ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Okayaએ આજે ઘરેલી બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર Okaya Faast F2F લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ખાસ કરીને સિટી રાઈડ અને ડેઇલી યુઝ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આકર્ષક લૂક અને દમદાર બેટરી પેકથી સજેલા આ સ્કૂટરની શરૂઆતી કિંમત 83,999 રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે. Okaya આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ 800W BLDC હબ મોટરનો ઉપયોગ કર્યો છે, જેને 60V36Ah (2.2 kWh) લિથિયમ આયન LFP બેટરી સાથે જોડવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે, તેની બેટરી હાઇ સેફ્ટી સ્ટાન્ડર્ડને ફોલો કરે છે અને બેટરી પર 2 વર્ષની વૉરન્ટી આપવામાં આવી રહી છે. Okayaનું લક્ષ્ય Faast F2Fના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટરની એક શાનદાર રેન્જ પ્રદાન કરવાનું છે. જે વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ વગેરેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. એ સિવાય Okaya Faast F2F ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક રિયર શૉક એબ્જોર્બરનું સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ રિમોટ કી (ચાવી), ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં બધી આવશ્યક જાણકારી અને સ્ટાઇલિશ DRL હેડ લેમ્પ અને AG ટેલ લેમ્પ જેવા ફિચર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કૂટી 6 રંગોમાં ઉપલબ્ધ હશે, જેમાં મેટેલિક બ્લેક, મેટેલિક સિયાન, મેટ ગ્રીન, મેટેલિક ગ્રે, મેટેલિક સિલ્વર અને મેટેલિક વ્હાઇટ સામેલ છે. લાંબા સમય સુધી ચાલનારી લિથિયમ આયમ LFP બેટરીથી લેસ છે. કંપનીનો દાવો છે કે બેટરીલોંગ લાઇફ અને હાઇ ટેમ્પ્રેચર પર પણ સારું પરફોર્મ કરે છે.

એ સિવાય બેટરી 2 વર્ષ/ 20,000 કિલોમીટર સુધીની વૉરન્ટી પણ આપવામાં આવી રહી છે. કંપનીનું કહેવું છે કે, નવી Faast F2F ઇલેક્ટ્રિક સ્કૂટર મહત્તમ 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડવામાં સક્ષમ છે એટલે આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિટી રાઈડ માટે સારું છે, જ્યાં મોટા ભાગના સમયે ભારે ટ્રાફિક રહે છે. એટલું જ નહીં તેમાં 10 ઇંચના ટ્યુબલેસ ટાયર, ટેલિસ્કોપિક સસ્પેન્શન અને સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક શોક એબ્જોર્બર પણ આપવામાં આવ્યા છે જે ખાડા-ખાબોચિયા અને ખરાબ રસ્તાઓ અપર પણ આરામદાયક સવારી પ્રદાન કરે છે.

ઓન ધ ગો જનરેશન માટે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ 60Vની ક્ષમતા 36Ah (2.2 kWh) લિથિયમ આયન LFP બેટરીનો ઉપયોગ કર્યો છે, જેથી 800Wની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવી છે. આ બેટરીને પૂરી રીતે ચાર્જ થવામાં માત્ર 4-5 કલાક લાગે છે અને તેમાં 3 ડ્રાઇવિંગ મોડ છે: ઇકો, સિટી અને સ્પોર્ટ્સ. કંપનીનો દાવો છે કે શહેરના રસ્તાઓની સ્થિતિ માટે એકદમ ઉપયોગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp