OLAની જાહેરાતઃ 15 ઓગસ્ટ સુધી સસ્તુ મળશે આ ઈલેક્ટ્રિક સ્કૂટર

દેશની પ્રમુખ ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલર નિર્માતા કંપની OLAએ હાલમાં જ પોતાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક સ્કૂટી OLA S1 Air રજૂ કરી છે. આ સ્કૂટરને કંપનીએ 1,09,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરી હતી. જે 31 જુલાઈ સુધી જ વેલિડ હતી. પણ હવે કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી કે, આ કિંમત આવનારા 15 ઓગસ્ટ સુધી વેલિડ રહેશે. એટલે કે ગ્રાહકો પાસે ઓછી કિંમતમાં આ સ્કૂટરને ખરીદવાની તક મળશે.
કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે કહ્યું કે, S1 એરની માગ અમારી અપેક્ષા કરતા વધારે થઇ ગઇ છે. ઘણાં લોકો અમને 1.1 લાખ રૂપિયાની ઓફર ચાલુ રાખવા કહી રહ્યા છે. અમે આ ઓફરને 31 જુલાઈ 8 વાગ્યાથી 15 ઓગસ્ટ રાતે 12 વાગ્યા સુધી વધારી રહ્યા છે. અમારા બધા સ્ટોર્સ 31 જુલાઈના રોજ મોડી રાત સુધી ઓપન રહેશે. ફાસ્ટ ડિલિવરી માટે જલદી ખરીદો.
જણાવીએ કે, OLA S1 Air કંપનીના પોર્ટફોલિયોની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક બાઈક છે. હાલમાં આ સ્કૂટર તેની શરૂઆતી કિંમત 1.1 લાખ રૂપિયામાં અવેલેબલ છે. ત્યાર પછી આ સ્કૂટરની કિંમતમાં 10 હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવશે. ત્યાર પછી OLA S1 Airની કિંમત 1.19 લાખ રૂપિયા થઇ જશે. કંપનીએ આ ઈલેક્ટ્રિક સ્કૂટરને નિયોન ગ્રીન કલરમાં લોન્ચ કર્યું છે.
કંપનીનો દાવો છે કે, આની ટેસ્ટિંગ 5 લાખ કિમી સુધી કરવામાં આવી છે. OLA S1 Airમાં બેલ્ટ ડ્રાઈવના સ્થાને હબ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તમને S1 અને S1 Proમાં જોવા મળે છે. OLA S1 Airમાં મોનોશોક સસ્પેંશનના સ્થાને ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેંશન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને પાછળની તરફ ડ્રમ બ્રેક આપવામાં આવી છે. પાછળના ભાગમાં આપવામાં આવતી ગ્રેબ રેલને પણ બદલી દેવામાં આવી છે.
OLA S1 Airમાં કંપની 3kWની ક્ષમતાની બેટરી પેક આપી રહી છે. ઓલા ઈલેક્ટ્રિકનો દાવો છે કે આ બેટરી સિંગલ ચાર્જમાં 125 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. હાલમાં તેના ચાર્જિંગ ટાઈમ વિશે કંપની તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. OLA S1 Airની ટોપ સ્પીડ 85 કિમી પ્રતિ કલાકની છે અને તે 3 ડ્રાઈવિંગ મોડ્સની સાથે આવે છે. જેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ મોડ સામેલ છે. આ સ્કૂટર માત્ર 3.3 સેકન્ડમાં જ 0 થી 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp