OLA લઈને આવી રહી છે 4 નવી ઈલેક્ટ્રિક બાઈક્સ, લૂક અને ડિઝાઈન જોઇ ફેન બની જશો
OLAએ ભારતીય માર્કેટમાં પોતાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. જેની શરૂઆતી કિંમત 80 હજાર રૂપિયા છે. આ ઉપરાંત કંપનીએ 15 ઓગસ્ટના અવસરે 4 ફ્યૂચરિસ્ટિક નવી ઈલેક્ટ્રિક બાઈક્સ પણ શોકેસ કરી છે. જે અત્યાર સુધીની સૌથી યૂનિક ડિઝાઈનવાળી બાઈક છે.
કેવી છે OLAની EV બાઈક્સ
કંપનીએ આ ચારેય ઈલેક્ટ્રિક બાઈકના કોન્સેપ્ટ વર્ઝન શોકેસ કર્યા છે. ચારેય બાઈક લુક અને ડિઝાઈનમાં અલગ છે. કારણ કે ચારેય બાઈકને અલગ રોડ પર પ્રેસેંસના હિસાબે તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓફ રોડિંગ ઈલેક્ટ્રિક બાઈક પણ સામેલ છે. જાણો કંપનીની આ ચારેય બાઈક્સ વિશે.. આ ચારેય બાઈક્સના નામ Adventure, Diamond Head, Cruiser અને Roadster છે.
કંપનીએ આ પહેલા 5 મોટરસાઇક્લની ડિઝાઈન કોન્સેપ્ટ ફોર્મમાં દેખાડી હતી. જ્યારે એડવેંચર અને ડાયમંડ હેડ કોન્સેપ્ટ છે. તો OLA ક્રૂઝર અને રોડસ્ટર નવી છે. ચાર પ્રોટોટાઇપ કોન્સેપ્ટ મોડલમાંથી ડાયમંડ હેડ એક ટ્રૂ ફ્લેગશિપ મોડલ છે. જેની ડિઝાઈન ખરેખર ફ્યૂચરિસ્ટિક છે.
Adventure
ઓલા એડવેંચર કોન્સેપ્ટ બાઈક ઘણી આક્રમક છે. જેમાં વર્ટિકલ લાઇટિંગ એલિમેંટ, નકલ ગાર્ડ, ગાર્ડ ફિનિશ યૂએસડી ફ્રંટ ફોક્સ, બ્લોક પેટર્ન ટાયર, ફોર્ક કવર, વાયર સ્પોક વ્હીલ, એક વિંડસ્ક્રીન અને ઘણું છે. એડવેંચર બાઈકનો આગળનો ભાગ લાંબો છે. જેમાં ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ માટે એક સમાન ડિજિટલ સ્ક્રીન આપવામાં આવી છે. આ બાઈકમાં 19-17 ઈંચના વ્હીલ આપવામાં આવ્યા છે.
Roadster
રોડસ્ટરને ખાસ કરીને ડેલી કમ્પ્યૂટર તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. આ બાઈક એમ તો તૈયાર છે. સંભવ છે કે કંપની માર્કેટમાં સૌથી પહેલા આ બાઈકને લોન્ચ કરી શકે છે. જેમાં સ્લિપ્ટ સીટ ડિઝાઈન, એલઈડી સ્ટ્રિપને હેડલેમ્પની જગ્યા આપવામાં આવી છે. કંપની અનુસાર આ બાઈકની નિર્માણ ખાસ કરીને કમ્ફ્રર્ટને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે. જેના ફ્રંટમાં અપ સાઇડ ડાઉન ફોર્ક સસ્પેંશન અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંસન આપવામાં આવ્યું છે. કંપનીએ આમાં 17 ઈંચના વ્હીલનો ઉપયોગ કર્યો છે. તો વળી કંપની OLA રોડસ્ટરને બજેટલક્ષી કિંમતે લાવી શકે છે.
Cruiser
ઓલા ક્રૂઝરની વાત કરીએ તો કંપનીની અન્ય બાઈકની તુલનામાં તે વધારે આકર્ષક છે. જોવામાં તેની રાઈડિંગ પોઝિશન ઘણી આરામદાયી લાગે છે. જોકે કંપનીએ પ્રોટોટાઈપને શોકેસ કરી પોતાના આવનારા મોડલને દેખાડ્યું છે. પણ તેના સ્પેસિફિકેશન વિશે કંપની દ્વારા વધારે જાણકારી આપવામાં આવી નથી. ક્રૂઝરમાં કંપનીએ 18-17 ઈંચના વ્હીલનો ઉપયોગ કર્યો છે. બાઈકના પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંશનની સાથે સિંગલ ડિસ્ક બ્રેક્સ પણ આપવમાં આવી છે.
Diamond Head
ઓલા ડાયમંડહેડના ફ્રંટમાં હેડલેમ્પને ધ્યાનમાં રાખી નામ આપવામાં આવ્યું છે. તેમાં હોરિઝોંટલ LED સ્ટ્રિપ, ફુલી કવર્ડ ફેયરિંગની સાથે પાવરટ્રેન સેટઅપની વચ્ચે જગ્યા આપવામાં આવી છે. આ બાઈકમાં પગ રાખવાની જગ્યા માટેના સ્ટેન્ડમાં બે પોઝિશન કમ્ફર્ટ અને સ્પોર્ટને સિલેક્ટ કરી શકાય છે. આ બાઈકની બંને બાજુએ 17 ઈંચના વ્હિલ અને ટ્વિન ડિસ્ક સેટએપ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp