OnePlus લાવી રહ્યો છે તેનો સૌથી ક્યુટ સ્માર્ટફોન, ડિઝાઈને લૂટ્યું દિલ,જાણો કિંમત

PC: fonearena.com

OnePlus ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કરવાનું છે, જેનું નામ OnePlus 11 છે. ફોન પહેલા જ ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને ઘણો પોપ્યુલર થઈ ગયો છે. હવે આ ફોન 7 ફેબ્રુઆરીએ ગ્લોબલી લોન્ચ થવાનો છે. OnePlus 11ને લઈને નવા રિપોર્ટ સામે આવ્યા છે. જ્યાં આ ફોનની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે, આ સ્માર્ટફોનની સાથે OnePlus buds pro 2 અને કીબોર્ડને પણ લોન્ચ કરવામાં આવશે.

OnePlus 11ની કિંમતનો ખુલાસો થઈ ગયો છે. પ્રાઈસબાબાની લેટેસ્ટ રિપોર્ટમાં તેની કિંમત ખબર પડી છે. OnePlus 11(12 GB RAM +256 GB ઈન્ટરનલ સ્ટોરેજ) ની કિંમત 54999 રૂપિયા હશે, જ્યારે 16 GB+ 256 GB અને 16 GB+ 512 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત અનુક્રમે 59999 રૂપિયા અને 66999 રૂપિયા હોઈ શકે છે. OnePlus 11માં Pro મોડલ નહીં હોય. અત્યાર માટે માત્ર વેનિલા મોડલ જ આવશે. જણાવી દઈએ કે, OnePlus 10 Proને ભારતમાં 66999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, OnePlus Buds Pro 2 અને કીબોર્ડ પણ કંપની આ સ્માર્ટફોનની સાથે લોન્ચ કરવાની છે. બંનેની કિંમતો અંગે પણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કીબોર્ડની કિંમત 9999 રૂપિયા હશે, જ્યારે બીજી જનરેશનના OnePlus Buds Pro 2ની કિંમત ભારતીય ગ્રાહકો માટે 11999 રૂપિયા હોઈ શકે છે.

ફીચરની વાત કરીએ તો તેમાં સ્નેપ ડ્રેગન 8 જનરેશન 2 પ્રોસેસર અને ત્રિપલ કેમેરા સેટઅપ મળશે. જણાવી દઈએ કે, થોડાં સમય પહેલા જ કંપનીએ તેના ટીઝરને લોન્ચ કર્યું હતું. ટીઝરમાં બતાવ્યા પ્રમાણે ફોનના રિયર કેમેરા મોડ્યુલ પર હેઝલબ્લેડ બ્રાન્ડિંગ, કેમેરા મોડ્યુલની ડિઝાઈન અને કલર વેરિયન્ટની એક ઝલક જોવા મળશે. સાથે ફોનમાં 6.7 ઈંચની કર્વ્ડ AMOLED ડિસપ્લે મળશે, 2k રિઝોલ્યુશન અને 120 Hz રિફ્રેશ રેટ સાથે આવશે.

ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસપ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળશે. ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં 50 મેગા પિક્સેલનો પ્રાઈમરી કેમેરો, સોની IMX890 સેન્સરની સાથે આવશે. સેકન્ડરી કેમેરો 48 મેગા પિક્સલ અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ અને 32 મેગા પિક્સલનો ટેલિફોટો લેન્સ મળશે. ફોનમાં સેલ્ફી માટે 32 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. સાથે ફોનમાં 5000 mAhની બેટરી પેક મળશે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp