લોન્ચ થયો Oppoનો સૌથી પાવરફૂલ ફોન, 100 વૉટ ચાર્જ, કિંમત એટલી કે iPhone આવી જાય

PC: fonearena.com

Oppo એ આખરે Find X6 Series ના નવા સ્માર્ટફોન્સ પરથી પડદો ઉઠાવી દીધો છે. Oppo Find X6 Series સીરિઝના હેન્ડસેટને લઈને છેલ્લાં ઘણા સમયથી લીક અને ટીઝરમાં જાણકારી સામે આવી રહી છે. હવે આશા અનુસાર, Oppo Find X6 Series અને Oppo Find X6 Series Proને ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. Oppo Find X6 Series પ્રો સ્માર્ટફોનને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 2 ચિપસેટ અને 1 ઈંચ પ્રાઇમરી સેન્સર સાથે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે સ્ટાન્ડર્ડ વેરિયન્ટમાં મીડિયાટેક હાઇમેન્સિટી 9200 ચિપસેટ મળે છે. જાણો નવા Oppo Find X6 Series પ્રોની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે.

Oppo Find X6 Series Pro સ્માર્ટફોનમાં 6.82 ઈંચ (3168*1440 પિક્સલ) ક્વાડ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે ડોલ્બી વિઝન અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 24 nm મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 740 GPU મળે છે.

Oppo Find X6 Series Pro સ્માર્ટફોનમાં 12 GB રેમ તેમજ 16 GB રેમનો વિકલ્પ મળે છે. ફોન 256 GB તેમજ 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. સ્ટોરેજ દ્વારા રેમને 16 GB સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં એન્ડ્રોઈડ 13 બેસ્ડ ColorOS 13.1 આપવામાં આવ્યું છે અને ડ્યૂઅલ સિમ સપોર્ટની સાથે આવે છે.

Oppo ના આ સ્માર્ટફોનમાં 1 ઈંચ સોની IMX989 સેન્સર, 8P ગ્લાસ લેન્સ, OIS, 10-બિટ HDR અને અપર્ચર f/1.75 સાથે 50 મેગાપિક્સલ પ્રાયમરી, અપર્ચર f/2.2 સાથે 50 મેગાપિક્સલ 110 ડિગ્રી અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 50 મેગાપિક્સલ 3X પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. Find X6 Series Pro માં અપર્ચર f/2.4 ની સાથે સોની IMX709 RGBW સેન્સરવાળો 32MP લેન્સ મળે છે.

Oppo Find X6 Series Pro સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. હેન્ડસેટમાં IP68 રેટિંગ છે એટલે કે ફોન વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ છે. સ્માર્ટફોન USB ટાઈપ C ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમસ જેવા ફીચર્સ સાથે આવે છે. ફોનનો ડાયમેન્શન 164.8*76.2 મિલીમિટર અને વજન 218 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે Oppo Find X6 Series Pro માં 5G, વાઈ-ફાઈ 7, બ્લૂટૂથ 5.3, GPS/ ગ્લોનાસ, ડ્યૂઅલ-એન્ટીના NFC આપવામાં આવ્યા છે. ડિવાઈસને પાવર આપવા માટે 5000 mAhની બેટરી આપવામાં આવી છે જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 50W Qi વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ જેવી ખાસિયતો પણ છે.

Oppo Find X6 Series Proને ક્લાઉડ બ્લેક, ગ્રીન અને સિલ્વર મૂન કલર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 5999 યુઆન (આશરે 72100 રૂપિયા) જ્યારે 16GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 6499 યુઆન (આશરે 78100 રૂપિયા) છે. જ્યારે, 16GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિયન્ટને 6999 યુઆન (આશરે 84100 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવ્યો છે.

Oppo Find X6 Series Proનું વેચાણ 24 માર્ચથી શરૂ થશે. હાલ ગ્લોબલ માર્કેટમાં હેન્ડસેટને ઉપલબ્ધ કરાવવા અંગે કોઈ જાણકારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp