26th January selfie contest

Toyota Innova Hycross પર આવ્યું મોટું અપડેટ, જાણો કિંમત વિશે

PC: twitter.com

Toyota Kirloskar Motorએ આજે ઘરેલૂં માર્કેટમાં પોતાની ખૂબ જ પ્રતિક્ષિત MPV Toyota Innova Hycross ની કિંમતોનો ખુલાસો કરી દીધો છે. નવી Toyota Innova Hycross MPVની કિંમત 1830000 રૂપિયાથી લઈને 2897000 રૂપિયા (એક્સ શો-રૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ કારને ગત નવેમ્બર મહિનામાં રજૂ કરી હતી. નવી Toyota Innova Hycross એડવાન્સ ફીચર્સ અને ટેકનિકની સાથે જ ઘણા મોટો બદલાવ સાથે આવે છે, જે હાલની Innova Crysta કરતા એકદમ અલગ છે.

કંપનીએ તેનું આધિકારીક બુકિંગ પહેલાથી જ શરૂ કરી દીધુ હતું અને પેટ્રોલ અને સ્ટ્રોંગ હાઈબ્રિડ વર્ઝન, બંને જ ક્રમશઃ ચાર વેરિયન્ટ્સમાં આવે છે. ગ્રાહક બે પેટ્રોલ વર્ઝન (ઝી અને ઝીએક્સ) અને ત્રણ પેટ્રોલ હાઈબ્રિડ વેરિયન્ટ્સ વીએક્સ, ઝેડએક્સ અને ઝેડએક્સ (ઓ)માંથી પસંદગી કરી શકે છો. આ કાર 7-સીટર અને 8-સીટર વિકલ્પો સાથે ઉપલબ્ધ છે અને તેનું બુકિંગ ગ્રાહક 50000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને કરી શકે છે.

આ Toyotaને મોડ્યુલર TNGA-C પ્લેટફોર્મ પર તૈયાર MVP છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે લેડર ફ્રેમ બોડી પર બેઝ્ડ આ MPV માં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ (FWD) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Toyota Innova Hycross ને કંપનીએ SUV સ્ટાઈલિંગથી સજાવી છે, તેનો ફ્રન્ટ લુક તમને સૌથી વધુ આકર્ષક લાગશે. તેમા ક્રોમ બોર્ડરની સાથે હેક્સાગોનલ ગ્રિલ, સ્લીક LED હેડલાઈટ્સ, મસક્યુલર ફ્રન્ટ બમ્પર અને મોટા વેન્ટ્સ આપવામાં આવ્યા છે. 18- ઈંચના એલોય વ્હીલ અને અંડર બોડી ક્લેડિંગ MPVની સાઈડ પ્રોફાઈલને વધુ સુંદર બનાવે છે. તેમા ટૂ-ટોન આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર (ORVM’s) પણ આપવામાં આવ્યા છે, જે ઈન્ટિગ્રેટેડ  LED ટર્ન સિગ્નલની સાથે આવે છે.

નવી Toyota Innova Hycross ના વેરિયન્ટ્સ અને કિંમત

હાઈબ્રિડ વર્ઝનના વેરિયન્ટ અને કિંમત

ZX (O)- 2897000

ZX- 2833000

VX 8S- 2406000

VX 7S- 2401000

પેટ્રોલ વર્ઝનના વેરિયન્ટ અને કિંમત

G 7S- 1830000

G 8S- 1835000

GX 7S- 1915000

GX 8S- 1920000

સાઈઝની વાત કરીએ તો આ MPV હાલની Innova Crystaની સરખામણીમાં આશરે 20mm લાંબી છે. તેની લંબાઈ 4755 mm અને પહોળાઈ 1850mm છે. જોકે, ઊંચાઈમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો, તેની ઊંચાઈ 1795mm જ છે, જ્યારે વ્હીલબેઝને 100mm વધારી દેવામાં આવ્યા છે, જે હવે 2850mm થઈ ગયુ છે. કુલ મળીને સાઈઝમાં કરવામાં આવેલા બદલાવને કારણે આ MPV તમને વધુ કમ્ફર્ટ અને સ્પેસ આપે છે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમા સેકન્ડ રોમાં ફુટ-રેસ્ટની સાથે કેપ્ટન સીટ આપવામાં આવી છે. આ ઉપરાંત, કનેક્ટેડ કાર ટેક, ઓવર-ધ-એર અપડેટ્સ, પેનોરમિક સનરૂફ, રૂફ માઉન્ટેડ એર કંડિશન વેન્ટ્સ, વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ સીટ્સ અને એમ્બિએન્ટ લાઈટિંગ આ કારને વધુ સારી બનાવે છે. આ કારના કેબિનમાં ઓટોમેન સીટ્સ આપવામાં આવી છે, જે રેક્લાઈનિંગ ફંક્શનની સાથે આવે છે. બીજી લાઈનમાં JBL પ્રીમિયમ 9 સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે.

નવી Toyota Innova Hycross ના સેફ્ટી સેન્સ 3.0 સાથે આવે છે, જેમા એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને લેન-ટ્રેસ આસિસ્ટ, ઓટો હાઈ બીમ અને બ્લાઈન્ડ સ્પોટ મોનિટર જેવી ટેકનિક સામેલ છે. અન્ય સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ્સ, તમામ પ્રવાસીઓ માટે થ્રી-પોઈન્ટ સીટબેલ્ટ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ કેમેરા અને બીજું ઘણુ બધુ સામેલ છે. નવી Toyota Innova Hycrossમાં તમામ વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક મળે છે અને તેમા ઈલેક્ટ્રિક ટેલગેટ પણ આપવામાં આવ્યું છે, જેને વોઇસ કમાન્ડ દ્વારા ખોલી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp