iPhoneવાળું ફીચર હવે એન્ડ્રોઈડ ફોન પર પણ મળશે, Qualcommએ કર્યું લોન્ચ
iPhone 14 પ્રો સીરિઝમાં એક અલગ જ ફીચર મળે છે. તેની મદદથી તમે નેટવર્કમાં ના હોવા છતાં પણ કોઈની સાથે સંપર્ક કરી શકો છો. અમે જે ફીચરની વાત કરી રહ્યા છે તે છે સેટેલાઈટ કોમ્યુનિકેશન. આમ તો Appleએ આ ફીચરને બધા રીજનમાં લોન્ચ કર્યું નથી પરંતુ પસંદગીના જ રીજનમાં યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. Apple આ ફીચરને લોન્ચ કરીને એન્ડ્રોઈડ ફોનથી એક કદમ આગળ નીકળી ગયું હતું પરંતુ આવું વધારે દિવસો સુધી નહીં ચાલે. એન્ડ્રોઈડ યુઝર્સને પણ ટૂંક સમયમાં આ ફીચરની સુવિધ મળવા લાગશે.
Introducing @Snapdragon Satellite - the world's first satellite-based two-way messaging for @Android devices. This will allow users to communicate with each other, regardless of location or cellular service, in emergency situations.
— Qualcomm EU (@Qualcomm_EU) January 6, 2023
Learn more: https://t.co/xiwHJUXE49 pic.twitter.com/UI0NAbQ8V8
Qualcommએ એnapdragon સેટેલાઈટ લોન્ચ કર્યું છે, જે એક ટુ-વે સેટેલાઈટ મેસેજ સર્વિસ પ્રોવાઈડ કરશે. આ ફીચરને તમે નેકસ્ટ જનરેશન એન્ડ્રોઈડ ફ્લેગશિપ ફોનમાં જોઈ શકશો. Qualcommએ આ અંગેની જાણકારી એક બ્લોગ પોસ્ટ કરીને આપી છે. આ સેટેલાઈટ લોન્ચ કરવા માટે બ્રાન્ડે ઈરીડીયમ અને ગાર્મીન સાથે કોલોબ્રેશન કર્યું છે. આ ફીચર ફોનના GPS અને સેટેલાઈટ કોમ્યુનિકેશનનો ઉપયોગ ટુ-વે ટેક્સ્ટીંગ અનેબલ કરવા માટે કરે છે. તેની મદદથી ગામડા તથા રિમોટ લોકેશન પર કોમ્યુનિકેશન કરી શકાશે.
Qualcommની માનીએ તો સ્નેપડ્રેગન સેટેલાઈટ સર્વિસનું ફીચર Snapdragon 8 Gen2 પ્રોસેસર પર કામ કરનારા પસંદગીના ફોન્સ પર પણ મળશે. કંપનીએ પોતાની આ ટેકનોલોજીને શોકેસ કરી, જેમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે તમે પણ મેસેજ મોકલી તથા મેળવી શકો છો. જ્યારે તમારા ફોનમાં નેટવર્ક ન હોય.જોકે આ સર્વિસને કામ કરવા માટે કેટલીક વસ્તુઓનું હોવું જરૂરી છે. સેટેલાઈટ કોમ્યુનિકેશન માટે ક્લિયર આકાશનું હોવું જરૂરી છે. સાથે જ ફોન સેટેલાઈટ તરફ અલાઈન હોવો જોઈએ, જેથી કનેક્શન થઈ શકે.
એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય, પછી તમને SMS મોકલી અને રિસીવ કરી શકો છો. યુઝર્સ 160 કેરેક્ટર્સના કસ્ટમાઈઝ મેસેજ મોકલી શકે છે. આ વર્ષે આવનારા ફ્લેગશિપ એન્ડ્રોઈડ ફોનમાં આ ફીચર જોવા મળી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવેલા iPhone 14 અને 14 Proમાં કંપનીએ આ એક ખાસ ફીચરનો ઉમેરો કર્યો હતો. જેની મદદથી તમે ઈમરજન્સીની જરૂરિયાતના સમયે દુનિયાના કોઈ પણ ખુણામાંથી તેનો ઉપયોગ કરી તમારી અથવા બીજાના જાન બચાવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp