તમને સ્વદેશી અપનાવવાનું જ્ઞાન આપનાર રામદેવે વિદેશમાં બનેલી 1.41 કરોડની કાર ચલાવી

PC: indiatimes.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રામદેવ એક લગ્ઝરી SUV ચલાવતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઉત્તરાખંડનો છે. ખેર રામદેવ એક બિઝનેસમેન પણ છે. તો તેમને ગાડીનો પણ શોખ છે. તેમના કાફલામાં અલગ અલગ કિંમતવાળી ઘણી ગાડીઓ છે. થોડા દિવસ પહેલા જ રામદેવે મહિન્દ્રા એક્સયૂવી 700 ખરીદી હતી. આ કડીમાં વધુ એક કારનો સમાવેશ થયો છે. રિપોર્ટ મુજબ આ કારને સ્લોવાકિયાના નિત્રા પ્લાન્ટમાં બનાવવામાં આવે છે. એટલે કે આમ રામદેવ લોકોને જ્ઞાન આપતા હોય છે કે, સ્વદેશી વસ્તુઓ ખરીદો વાપરો પણ તેઓ પોતે જ વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે.

હવે રામદેવે લેન્ડ રોવર ડિફેન્ડર 130 કાર ખરીદી છે. રામદેવ આ કારનો રાઉન્ડ પણ લઇ રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જણાવીએ કે આ કારની કિંમત 1.41 કરોડ રૂપિયા છે.

ખેર, સોશિયલ મીડિયા પર રામદેવનો કાર સાથેનો આ વીડિયો વાયરલ થયો છે. ત્યાર પછી લોકોના જુદા જુદા રિએક્શન સામે આવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, દેશી દેશી બોલીને બાબા વિદેશી કાર લઇ આવ્યા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ આ નવી કારને ચલાવતા પહેલા તેને જોઇ છે. કારમાં અન્ય લોકો પણ સવાર છે. એ સ્પષ્ટ નથી કે આ કાર રામદેવે ખરીદી છે કે નહીં.

આ કાર 8 સીટર એસયૂવી છે. ભારતીય બજારમાં આ અત્યાર સુધીની સૌથી મોટી 3 રૉ કાર છે. ડિફેન્ડર 90, ડિફેન્ડર 110 અને ડિફેન્ડર 130 આ ત્રણ વર્ઝનમાં કાર આવે છે. સૌથી મોંઘુ મોડલ ડિફેન્ડર 130 છે.

આ લગ્ઝરી કારને કંપનીએ ભારતમાં ફેબ્રુઆરી 2023માં લોન્ચ કરી હતી. જેની ડિલીવરી હાલમાં જ શરૂ થઇ છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 1.30 કરોડથી 1.41 કરોડની વચ્ચે છે. ભારતીય માર્કેટમાં આ કાર બે વેરિયન્ટની સાથે અવેલેબલ છે. 3.0 લીટરનું પેટ્રોલ અન્જિન અને 3.0 લીટરનું ડીઝલ એન્જિન. આ બંને એન્જિન ઘણાં પાવરફુલ છે અને માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નિકથી સજ્જ છે.

 
 
 
View this post on Instagram

A post shared by AUTO WAAR (@auto.waar)

જણાવીએ કે રામદેવ કરોડો સંપત્તિના માલિક છે. રામદેવ પાસે મોજૂદ અન્ય કારોની વાત કરીએ તો તેમના ગેરેજમાં લેન્ડ રોવર ડિસ્કવરી, રેંજ રોવર ઈવોક, મહિન્દ્રા સ્કૉર્પિયો, મહિન્દ્રા એક્સયૂવી 700 અને જેગુઆર એક્સજેએલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp