Realme 11 Pro સીરિઝ થઇ લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમત

PC: 91mobiles.com

Realmeએ ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. બન્ને સ્માર્ટફોન Realme 11 Pro સીરિઝના છે. કંપનીએ તેમાં Realme 11 Pro 5G અને Realme 11 Pro+ 5Gને લોન્ચ કરી છે. જ્યાં પ્રો વેરિએન્ટમાં યુઝર્સને 108 મેગાપિક્સલનો કેમેરો મળે છે. જ્યારે પ્લસ પેરિએન્ટમાં કંપનીએ 200 મેગાપિક્સલ વાળું કેમેરા સેટઅપ આપ્યું છે.

આ સ્માર્ટફોન સીરિઝને બ્રાન્ડ પહેલાથી જ ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. ડિઝાઇન બાબતે કંપનીએ ઘણું ધ્યાન આપ્યું છે. આ મોબાઇલમાં તમને લેધર ફિનિશ વાળી બેક પેનલ મળે છે. જ્યારે ફોન જોરદાર બેટરી સાથે આવે છે. તો હવે જાણો તેના ફીચર્સ અને કિંમત.

Realme 11 Pro સીરિઝને કંપનીએ ત્રણ કોન્ફીગ્યુરેશનમાં લોન્ચ કરી છે. તેના 8GB RAM + 128GB સ્ટોરેજ વાળા વેરિયેન્ટની કિંમત 23999 રૂપિયા છે. જ્યારે 8GB RAM + 256GB સ્ટોરેજ વાળા વેરિયેન્ટની કિંમત 24299 રૂપિયા છે. તના 12GB RAM + 256GB સ્ટોરેજ વાળા વેરિયેન્ટની કિંમત 27999 રૂપિયા છે. આ ફોન 16મી જુલાઇના રોજ Realme.com, ફ્લીપકાર્ટ પર અને રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

જ્યારે Realme 11 Pro+ 5Gને કંપનીએ બે સ્ટોરેજ વેરિયેન્ટમાં લોન્ચ કર્યો છે. તેનું બેસ વેરિયેન્ટ 8GB RAM + 256GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 27999 રૂપિયા છે. 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 29999 રૂપિયા છે. તેનું વેચાણ 15મી જુલાઇથી શરૂ થશે.

બન્ને સ્માર્ટફોન્સ બે ફિનિશ અને ત્રણ કલર ઓપ્શનમાં આવે છે. લોન્ચ ઓફર હેઠળ ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ICICI Bank અને HDFC Bankના કાર્ડ પર મળશે. કસ્ટમર્સને અર્લી એક્સેસ પણ મળી રહ્યું છે. કન્ઝ્યુમર્સ 8મી જુલાઇના રોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે ફ્લીપકાર્ટ પર આ સ્માર્ટફોન ખરીદી શકો છો.

સૌથી પહેલા વાત કરીએ ટોપ મોડલ એટલે કે, Realme 11 Pro 5Gની. આ સ્માર્ટફોન 6.7 ઇંચની એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે, જે 120 Hzના રીફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 7050 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 12GB સુધીની રેમનું ઓપ્શન મળશે. ડિવાઇસ એન્ડ્રોઇડ 13 પર બેઝ્ડ Realme યુઆઇ 4.0 પર કામ કરશે.

ફોનમાં ટ્રિપલ રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો મેઇન લેન્સ 200 મેગાપિક્સલનો છે. તેના સિવાય 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એન્ગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળે છે. ફ્રંટમાં કંપનીએ 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000 મિલિ એમ્પાવરની બેટરી અને 100 વોટની ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

Realme 11 Pro 5Gમાં પણ લગભગ આ જ બધા ફીચર્સ મળે છે. બન્ને સ્માર્ટફોનમાં કેમેરા અને બેટરી ચાર્જિંગ સ્પીટના મુખ્ય ફેરફાર જોવા મળે છે. તેમાં યુઝર્સને 108 મેગાપિક્સલનો મેન લેન્સ વાળું ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. બીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000 મિલિએમ્પાવરની બેટરી 67 વોટની ચાર્જિંગ સ્પીડ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp