નવા વર્ષમાં Redmi તેનો બજેટ ફોન લોન્ચ કરી શકે છે, કિંમત અને ફીચર્સ જાણો

PC: india.postsen.com

ચીની સ્માર્ટફોન બ્રાન્ડ જલ્દીથી જ Redmi Note 12 સીરીઝને લોન્ચ કરવા જઇ રહી છે. આ મેગા લોન્ચ પહેલા કંપનીએ પોતાના એન્ટ્રીલેવલ ફોનને ભારતમાં લોન્ચ કરી દીધો છે. કંપનીએ પોતાના બજેટ ફોનનું નામ Redmi 12C રાખ્યું છે. તેમાં 6.71 ઇંચની HD+ સ્ક્રીન અને 5000 મીલી એમ્પાવરની બેટરી આપવામાં આવી છે.

Redmi 12Cમાં 6.71 ઇંચની HD+ સ્ક્રીન આપવામાં આવી છે. તેનું ડિસ્પ્લે રિઝોલ્યુશન 1650*720 પિક્સેલનું છે. તેના બેક પર નોન સ્લીપ ટેક્સચર આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે ડાયાગોનલ સ્ટ્રાઇપ્સ પણ આપવામાં આવી છે. ફોનના બેકમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે.

Redmi 12Cમાં ઓક્ટા કોર Helio G85 પ્રોસેસર Mali G52 MP2 GPUની સાથે આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6 ગીગા બાઇટની રેમ આપવામાં આવી છે. આ ફોન 128 ગીગા બાઇટ ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. જોકે, ઇન્ટરનલ મેમરીને માઇક્રો એસડી કાર્ડની મદદથી 512 ગીગા બાઇટ સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Redmi 12Cનો પ્રાઇમરી કેમેરો 50 મેગા પિક્સલનો છે. તેની સાથે જ એક અને સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં પોટ્રેટ મોડ, ટાઇમ લેપ્સ ફોટોગ્રાફી અને નાઇ સીન મોડ જેવા ઓપ્શન્સ પણ આપવામાં આવ્યા છે.

Redmi 12Cમાં સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 5 મેગા પિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 12 પર બેઝ્ડ MIUI 13 પર કામ કરે છે. આ ફોનમાં 5000 મીલી એમ્પાવરની બેટરી 5V2A ચાર્જની સાથે આપવામાં વી છે. કનેક્ટિવિટી માટે તેમાં microUSB પોર્ટ, એક 3.5 mm હેડફોન જેક, 4G અને એક microSD સ્લોટ પણ આપવામાં આવ્યો છે.

Redmi 12Cને ત્રણ સ્ટોરેજ અને રેમ ઓપ્શન્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi 12Cને હાલ ચીની બજારમાં ઉતારવામાં આવ્યો છે અને સાથે સાથે થોડા સમયમાં ભારતીય બજારમાં પણ આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. Redmi 12Cની કિંમત લગભગ 9585 રૂપિયાથી શરૂ થઇ શકે છે. આ ફોન જે કિંમતમાં જે પ્રકારના ફીચર્સ સાથે આવશે તે જોઇને ફોન બજારમાં ધમાલ મચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp