રિલાયન્સ જિયોનો મોટો ધમાકો, ફક્ત આટલા રૂપિયામાં લોન્ચ કર્યો 4G ફોન ભારત V2

PC: aajtak.in

રિલાયન્સ જિઓએ દેશમાં સસ્તો 4G ફોન Jio Bharat V2 લોન્ચ કરી દીધો છે. Jio Bharat V2ને 999 રૂપિયામાં એકદમ સસ્તા ભાવ પર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. મુકેશ અંબાણીની માલિકી વાળી કંપનીની નજર ભારતમાં લગભગ 25 કરોડ 2G ગ્રાહકો પર છે. આ ગ્રાહકો હાલ એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ સાથે જોડાયેલા છે. જિઓ ફક્ત 4G અને 5G નેટવર્ક પણ ઓપરેટ કરે છે. રિલાયન્સ જિઓનો દાવો છે કે, Jio Bharat V2ના દમ પર કંપની 10 કરોડથી વધારે ગ્રાહકો જોડી લેશે.

જિઓનું કહેવું છે કે, બજારમાં ઇન્ટરનેટ સુવિધા આપનારી જેટલી પણ કંપનીઓ છે, તેમાં Jio Bharat V2નો માસિક રિચાર્જ પ્લાન પણ સૌથી સસ્તો છે. કંપનીનું કહેવું છે કે, Jio Bharat V2 ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન માટે 123 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અન્ય ઓપરેટર્સના વોઇસ કોલ અને 2GB વાળા માસિક પ્લાન્સની શરૂઆત જ 179 રૂપિયાથી થાય છે. તેના સિવાય Jio Bharat V2ના ગ્રાહકોને કંપની 14 GB ડેટા આપશે એટલે કે, 0.5 GB ડેટા છે. આ તેના પ્રતિદ્વંદિઓ કરતા 7 ગણો વધારે છે. Jio Bharat V2 પર વાર્ષિક પ્લાન પણ છે જેના માટે ગ્રાહકે 1234 રૂપિયા ચૂકવવા પડશે.

રિલાયન્સના માલિક મુકેશ અંબાણી સાર્વજનિક પ્લેટફોર્મથી 2G મુક્ત ભારતની વકીલાત કરતા રહ્યા છે. કંપનીએ 25 કરોડ ગ્રાહકોને 4Gમાં લાવવા માટે જિઓ ભારત પ્લેટફોર્મ પર પણ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ બીજી કંપનીઓ પણ કરી શકશે. કાર્બને તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. નિષ્ણાંતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે, ફીચર ફોનની જગ્યા Jio Bharat V2 4G સીરીઝના મોબાઇલ લેશે.

ધ્યાન આપવા વાળી વાત તો એ છે કે, 2G ગ્રાહકોને એટ્રેક્ટ કરવા માટે કંપનીએ 2018માં જિઓફોન લોન્ચ કર્યો હતો. આજે 13 કરોડથી વધારે ગ્રાહકોની પસંદ બનેલો છે. Jio Bharat V2થી પણ કંપનીને આ આશા છે કે, કંપનીએ 7મી જુલાઇથી Jio Bharat V2ની બીટા ટ્રાયલ શરૂ કરવાની ઘોષણા કરી છે.

દેશમાં નિર્મિત અને માત્ર 71 ગ્રામ વજન વાળો Jio Bharat V2 4G પર કામ કરે છે. તેમાં હાઇ ડેફિનેશન વોઇસ કોલિંગ, રેડિયો, 128 GB મેમરી કાર્ડ સપોર્ટ જેવા ફીચર છે. મોબાઇલમાં 4.5 સેમીની ટીએફટી ડિસ્પ્લે છે, 0.3 મેગાપિક્સલનો કેમેરો, 1000 મિલિ એમ્પાવરની બેટરી, 3.5 mm હેડફોન જેક, પાવરફુલ લાઉડસ્પીકર અને ટોર્ચ પણ મળે છે.

Jio Bharat V2 4G મોબાઇલના ગ્રાહકોને જિઓ સિનેમાના ગ્રાહકોને જિઓ સાવનના 8 કરોડ ગીતોનું એક્સેસ પણ મળશે. ગ્રાહક જિઓ પે દ્વારા UPI પર લેવડદેવડ પણ કરી શકશે. ભારતની કોઇ પણ પ્રમુખ ભાષા બોલનારા ગ્રાહક Jio Bharat V2માં પોતાની ભાષામાં કામ કરી શકશે. આ મોબાઇલ 22 ભારતીય ભાષાઓમાં કામ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp