4 સ્ટાર સેફ્ટી રેટિંગ, છતાં આ 2 કોમ્પેક્ટ SUV કારો કેમ વેચાતી નથી
ભારતીય બજારમાં SUV કારો ઝડપથી પોપ્યુલર થઇ રહી છે. આ સેગમેન્ટમાં પણ કોમ્પેક્ટ એસયૂવી ગાડીઓનો ક્રેઝ વધી રહ્યો છે. ઓછી કિંમતમાં અવેલેબલ થવાને લઇ લોકો હવે હેચબેક કારોના સ્થાને કોમ્પેક્ટ SUV લેવાનું પસંદ કરી રહ્યા છે. આ કારોમાં મળતી વધારે સ્પેસ, કમ્ફર્ટ અને મોટી કારનો અહેસાસ લોકોને સૌથી વધારે પસંદ આવી રહ્યો છે. આ ખાસિયતોને કારણે ટાટા પંચ, મારુતિ સુઝુકી બ્રેઝા, હ્યુંડૈ વેન્યૂ અને ટાટા નેક્સોન જેવી સબકોમ્પેક્ટ SUV કારોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.
જોકે, આ સેગમેન્ટમાં પહેલાથી મોજૂદ અમુક સારા ફીચર્સવાળી કારો વધારે કમાલ દેખાડી રહી નથી. આ કારો પછી લોન્ચ થનારી કારોના વેચાણમાં આગળ નીકળી ગઇ છે. કોમ્પેક્ટ એસયૂવી સેગમેન્ટમાં અમુક સૌથી વધારે વેચાતી કારોની વાત કરીએ તો આમાં મારુતિ બ્રેઝા, ટાટા પંચ, હ્યુંડૈ ક્રેટા, મારુતિ ફ્રોંક્સ, હ્યૂંડૈ વેન્યૂ સામેલ છે. આમાંથી અમુક કારોનું વેચાણ મહિને 15000 યૂનિટ્સથી પણ વધારે છે.
આ કારોનો જલવો ઓછો દેખાયો
ભારતીય માર્કેટમાં નિસાન અને રેનો કંપની ઘણાં સમયથી બિઝનેસ કરી રહી છે. આ બંને કંપનીઓ માર્કેટમાં પોતાની કોમ્પેક્ટ એસયૂવી કારો વેચી રહી છે. જોકે વેચાણની વાત કરીએ તો બંને કંપનીઓની કારોનું માસિક વેચાણ અન્ય કંપનીઓની તુલનામાં ઘણું ઓછું છે. નિસાન ભારતીય બજારમાં મેગ્નાઇટનું વેચાણ કરી રહી છે. જેની જુલાઈમાં સેલ્સ માત્ર 2152 યૂનિટ્સ રહી. તો રેનોની કોમ્પેક્ટ એસયૂવી કાઇગરનું વેચાણ માત્ર 3607 યૂનિટ્સ રહ્યું છે.
આ બે કારોની તુલના અમુક ટોપ સેલિંગ કોમ્પેક્ટ એસયૂવી સાથે કરીએ તો પાછલા મહિને મારુતિ બ્રેઝાએ 14,572 યૂનિટ્સ, પંચની 14,523 યૂનિટ્સ ,ફ્રોંક્સની 12,164 યૂનિટ્સ , વેન્યૂની 10,948 યૂનિટ્સ અને નેક્સૉનની 8049 યૂનિટ્સ વેચાઇ છે.
સેફ્ટીના મામલે આ કારો કમાલ છે
નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગર સેફ્ટીની દ્રષ્ટિએ પણ આગળ છે. બંને કારોને 4 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ મળી છે. આ ઉપરાંત બંને કારોમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ(ESP), હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એબીએસ અને એયર પ્યોરિફાયર જેવા એડવાંસ ફીચર્સ પણ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp