24 આંખો, 3 મિનિટમાં લઈ શકે જીવ, આ નવી પ્રજાતિને જોઈને વૈજ્ઞાનિક પણ થયા હેરાન

PC: thestandard.com.hk

હોંગકોંગની એક યુનિવર્સિટીમાં સંશોધનકર્તાઓની એક ટીમે બોક્સ જેલીફિશ જેવી દેખાતી એક નવી ફિશની શોધ કરી છે. રિસર્ચ મુજબ, જેલીફિશની આ નવી પ્રજાતિનું નામ ત્રેપેડાલિયા માઈપોએન્સિસ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલા એક પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, શોધ કરવામાં આવનારી નવી પ્રજાતિ બાબતે વધુ જાણવા માટે સંશોધનકર્તાઓએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. અનોખી વાત એ છે કે ત્રેપેડાલિયા માઈપોએન્સિસ નામની આ પ્રજાતિ 24 આંખોવાળી છે.

આ પ્રજાતિની 24 આંખો 4 ગ્રુપમાં ઉપસ્થિત છે. જેલીફિશની જેમ તેમાં 10 સેન્ટિમીટર સુધી લાંબા 3 ટેન્ટ બન્યા છે, જે નાવના હલેસા જેવા દેખાય છે. તે ટેન્ટ તેની બનાવચને મજબૂતી આપે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આ અન્ય પ્રકારની જેલીફિશની તુલનામાં ત્રેપેડાલિયા માઈપોએન્સિસ પ્રજાતિ તેજીથી તરી શકે છે. સંશોધનકર્તાઓનું માનવું છે કે, 24 આંખોવાળી આ પ્રજાતિમાં 2 આંખોમાં લેન્સ છે જેના સહારે એ જોઈ શકે છે. અન્ય 4 માત્ર પ્રકાશને અનુભવી શકે છે.

આ પ્રજાતિની શોધ બાદ સમુદ્રમાં જૈવ વિવિધતા વધવાના સંકેત નજરે પડે છે. જાણકારો મુજબ, બોક્સ જેલીફિશ ચીની સમુદ્ર જળમાં ખૂબ ઓછી જોવા મળે છે. બોક્સ જેલીફિશ ક્યૂબના આકારની હોય છે, જે ખૂબ ઝેરી હોય છે. જેલીફિશની કેટલીક પ્રજાતિઓ એક વયસ્ક વ્યક્તિને પણ 3 મિનિટમાં મારી શકે છે. બોક્સ જેલીફિશ નાની માછલીઓનો શિકાર કરે છે. માછલીઓ તેમના સંપર્કમાં આવવા પર તાત્કાલિક લકવાગ્રસ્ત થઈ જાય છે. બોક્સ જેલીફિશની કેટલીક પ્રજાતિઓ દિવસમાં શિકાર કરે છે અને રાત્રે સમુદ્રની સપાટી પર આરામ કરે છે.

જેલીફિશનું વૈજ્ઞાનિક નામ Scyphozoa છે. જેલીફિશ એક સમુદ્રમાં રહેનારો જીવ છે. જેલીફિશ લગભગ દરેક સમુદ્રની સપાટીમાં જોવા મળે છે, પરંતુ તો કેટલીક જેલીફિશ એવી પણ હોય છે, જે એકદમ ચોખ્ખા પાણીમાં જોવા મળે છે. કેટલીક મોટી અને રંગીન જેલીફિશ પણ હોય છે, જે લગભગ આખા વિશ્વમાં સામાન્ય તટિય ક્ષેત્રમાં જોવા મળે છે. જેલીફિશના ગ્રુપને પણ ક્યારેક ક્યારે બ્લૂમ કે ઝૂંડ કહેવામાં આવે છે. બ્લૂમ શબ્દનો પ્રયોગ સામાન્ય રીતે નાના ક્ષેત્રોમાં એકત્ર થનારા મોટા મોટા સમૂહો માટે પ્રયોગમાં જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp