દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રીક કાર, પલક ઝપકતા પકડે છે 100ની સ્પીડ, કિંમત ન પૂછતા

PC: aajtak.in

ઈલેક્ટ્રીક કારનું માર્કેટ ઘણું ઝડપથી વધી રહ્યું છે. દુનિયાભરમાં વાહન નિર્માતા કંપનીઓ એકથી એક ચઢિયાતી પાવર પેક ઈલેક્ટ્રીક કારોને લોન્ચ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. જેમાં ક્રોએશિયા બેસ્ડ ઈલેક્ટ્રીક વાહન નિર્માતા કંપની Rimac એ હાલમાં જ પોતાની ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર Neveraને શોકેસ કરી છે. આ દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રીક કાર છે, જે પળ ઝપકતાં જ આંખની સામે ઓઝલ થઈ જાય છે. આ ઈલેક્ટ્રીક કાર પાપેનબર્ગમાં ATP ઓટોમોટિવ પરીક્ષણ ટ્રેક પર 412 કિમી (256 માઈલ પ્રતિ કલાક)ની ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે.

જોકે કંપનીએ દાવો કર્યો હતો કે આ કાર 258 માઈલ પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ હાઈપર કારમાં કંપનીએ 120 kwhની ક્ષમતાવાળું બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપની દાવો કરે છે કે આ કાર માત્ર 1.97 સેકન્ડમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની અને 9.3 સેકન્ડમાં 0-300 કિમીની સ્પીડ પકડી લે છે.

Nevera 412 કિમી (256 માઈલ પ્રતિ કલાક)ની ટોપ સ્પીડ પકડવામાં સક્ષમ છે, પરંતુ ફાસ્ટેસ્ટ પેટ્રોલ કારના મુકાબલે હજુ પણ તેની ટોપ સ્પીડ ઓછી છે. Bugatti Chiron Super Sportને દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ પેટ્રોલ કાર માનવામાં આવે છે. આ કાર 304 માઈલ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

Neveraનું ઉત્પાદન હાલમાં જાગ્રેબ, ક્રોએશિયાના બહારના વિસ્તાર રિમેકના મુખ્યાલયમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કારની કિંમત 2.1 મિલિયન ડોલર(આશરે 17.39 કરોડ) રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જોકે Neveraની ટોપ સ્પીડ વેરિયન્ટ સામાન્ય માણસના ડ્રાઈવિંગ માટે નથી. ગ્રાહકોને આ કારમાં તેની ટોપ સ્પીડ 219 માઈલ પ્રતિ કલાકની મળશે. જોકે કેટલાંક ખાસ ગ્રાહકો તેની ટોપ સ્પીડ વેરિયન્ટને અનલોક કરી શકે છે. Rimac ટીમ નિયંત્રણમાં જ આ ટોપ સ્પીડમાં કારને ચલાવવાની અનુમતિ આપવામાં આવશે.

આ કારને રિમેક ઓટોમોબાઈલ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે, જેની મેઈન ઓફિસ ક્રોએશિયામાં આવી છે. આ Rimac ગ્રુપનો ભાગ છે, જેમાં 55 ટકા શેયર Bugatti-Rimac પાસે છે અને અન્ય 45 ટકા શેર જાણીતી જર્મન કાર કંપની Porscheની પાસે છે. Bugatti દુનિયાભરમાં પોતાની ફાસ્ટેસ્ટ પેટ્રોલ કારના નિર્માણ માટે જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp