બાઈકર્સના દિલની ધડકન છે બુલેટ, આ ખાસિયતોથી લોકો ખરીદવા થાય છે મજબૂર

PC: royalenfield.com

રસ્તા પર જ્યારે બુલેટ ચાલે છે, તો દરેકની નજર તે તરફ ફરી જતી જોવા મળે છે. તે પાછળનું પહેલું કારણ છે તેનો યુનિક અવાજ અને બીજું કારણ છે અવાજની સાથે તમારા મગજમાં ચાલતું તેનું દમદાર નામ બુલેટ. રસ્તા પર સ્પીડથી દોડતી ભારે-ભરખમ બુલેટ બાઈકર્સની પહેલી પસંદ માનવામાં આવે છે. તેની પાછળ ઘણા કારણો છે, જે લોકોને Royal Enfield બુલેટ ખરીદવા માટે મજબૂર કરે છે.

બુલેટનું 350ccનું એન્જિન તેને એક શાનદાર બાઈક બનાવે છે. સાથે જ એન્જિન લો એન્ડ હાઈ બંને પર જબરજસ્ત ટોર્ક જનરેટ કરે છે. આ કારણે બુલેટ પહાડ હોય કે મેદાન, વરસાદ હોય તથા ઠંડી, દરેક પરિસ્થિતિમાં ધમદાર પરફોર્મન્સ આપે છે. જોકે ભાર-ભરખમ હોવાના કારણે બુલેટને રેતીમાં ચલાવવું થોડું મુશ્કેલ હોય છે. બાકી તે દરેક મામલે શાનદાર સાબિત થાય છે.

બુલેટની એક મોટી ખુબી છે તેનું વજન. ભારે-ભરખમ બુલેટ જ્યારે રોડ પર ચાલે છે તો ઘણી સ્ટેબલ રહે છે. લોકોની બોલીમાં કહીએ તો જમીન પર પકડ ચાલે છે. આશરે 200 કિલોનું વજન તેને રસ્તા પર સ્મૂથ ચાલવામાં મદદગાર સાબિત થાય છે. બાઈકને સંભાળવા માટે બાઈકર્સનું પણ વજન સારું એવું હોવું જોઈએ. આજના સમયે બુલેટ પહેલાના મુકાબલે આધુનિક થઈ ગઈ છે. પહેલા બુલેટને સ્ટાર્ટ કરવી સરળ ન હતી. પરંતુ હવે નવી બુલેટમાં ઈલેક્ટ્રીક સ્ટાર્ટ સિસ્ટમ આવી ગઈ છે. તેના કારણે કોઈ પણ હવે તેને સરળતાથી સ્ટાર્ટ કરી શકે છે. આ કારણ આજે બાઈકર્સને બુલેટ તરફ લોભાવવામાં સફળ રહે છે.

Royal Enfield બુલેટની માઈલેજને લઈને લોકોને ફરિયાદ રહેતી હતી. પરંતુ કંપનીએ હવે આ સમસ્યાને પણ દૂર કરી દીધી છે. નવી બુલેટ ટેક્નોલોજીના અપગ્રેડેશનને લીધે હવે 35 થી 40 કિમી પ્રતિ કલાકની માઈલેજ આપે છે. પરંતુ આટલી માઈલેજ મેળવવા માટે તમારે બુલેટને સંપૂર્ણ રીતે મેઈન્ટેન રાખવી પડશે. Royal Enfield બુલેટમાં સમયની સાથે ઘણા બદલાવો થતા રહ્યા છે. નવા જમાનાની બુલેટ એબીએસ બ્રેકિંગ સિસ્ટમ ટેકનોલોજી સાથે આવે છે. રોયલ એનફીલ્ડના હાલના તમામ મોડલમાં આ ફીચર ઉપલબ્ધ હોય જ છે. સાથે જ લેધરમાંથી બનાવવામાં આવેલી સોફા સીટિંગ જેવી સીટ તમને ખરેખરમાં આરામદાયક રાઈડની મજા આપે છે. તેના તમે લાંબું સફર પણ સરળતાથી ખેડી શકશો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp