Royal Enfieldએ લોન્ચ કરી Super Meteor 50, જાણો ફીચર્સ અને કિંમત

PC: finnancialexpress.com

વર્ષોની ટેસ્ટિંગ પછી Royal Enfieldએ આખરે Super Meteor 650ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. ગ્રાન્ડ ટુરર એક્સેસરી કિટ સાથે Royal Enfieldએ પોતાની આ દમદાર 650ccની બાઈકને માર્કેટમાં ઉતારી છે. કંપનીએ આ બાઈકના ટુરર વેરિયન્ટ RE Super Meteor 650ને 3.49 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે. આ બાઈક Super Meteor 350ccનું એડવાન્સ વેરિયન્ટ છે. આ કંપનીની USD ફોકર્સ અને LED હેડલાઈટ્સની સાથે આવનારી પહેલી બાઈક છે. આ ટ્રિપર સ્ક્રીન જેવા એડવાન્સ ફીચર સાથે Royal Enfieldની પહેલી 650cc બાઈક છે.

આ બાઈક 7250 rpm પર 46.7 bhp અને 5650 rpm પર 52.3 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ 6 સ્પીડ ગિયરબોકસ સાથે આવે છે. એન્જિન માત્ર 5000 rpm પર 80 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. Royal Enfiled સ્વુપિંગ લાઈન્સ, રાઉન્ડ હેડલાઈટ્સ, ટર્ન ઈન્ડિકેટર્સ અને ક્રોમની સાથે જોવામાં એકદમ અલગ દેખાય છે. રાઈડર આરામથી સારા રાઈડિંગ પોશ્ચરની સાથે એક કમ્ફર્ટની સાથે ડ્રાઈવિંગ કરી શકે છે. બાઈકનું વજન 241 કિગ્રા છે.

તેનું વ્હીલબેસ 1500 mm લાંબુ છે. મિટીયોર 350ની જેમ Super Meteor 650માં પણ સ્ટાન્ડર્ડ અને ટુરર બંને વેરિયન્ટમાં એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. તેની સાથે જ તેમાં ટ્યુબલેસ ટાયર પણ આપવામાં આવ્યા છે,જે ટ્યુબવાળા ટાયરોની સરખામણીએ વધુ સારા છે. Super Meteor 650ના ફ્રન્ટમાં 19 ઈંચ એલોય અને રિયરમાં 16 ઈંચના એલોય વ્હીલ મળે છે. આ બાઈકમાં LED યુનિટની સાથે એક USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

આયશર મોટર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ લાલે નવી Super Meteor 650 અંગે કહ્યું હતું કે Super Meteor 650 વર્ષોથી મિડલવેઈટ સેગમેન્ટમાં અમારા બધા ફોકસ અને પ્રયાસોનો વિકાસ છે અને દરેક મામલામાં એક શુદ્ધ રેટ્રો ક્રૂઝર છે.

Super Meteor 650 રેગ્યુલર મોડલની કિંમતે 3.49 લાખથી શરૂ થાય છે અને ટુરર વેરિયન્ટની કિંમત 3.79 લાખ રૂપિયા સુધી જાય છે. આ ક્રૂઝર બાઈકનું બુકિંગ ઓપન છે. તેની ડિલીવરી ભારતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જ્યારે યુરોપિયન માર્કેટમાં તેની ડિલીવરી માર્ચ મહિનાથી શરૂ થવાની છે. 43 mm શોવા ઈન્વર્ટેડ ટેલિસ્કોપ ફોકર્સની સાથે 650 સેગમેન્ટમાં ટ્રિપલ નેવિગેશન મેળવનારી પહેલી બાઈક બની ગઈ છે. ભારતમાં આ બાઈકનો મુકાબલો KTM 390 Adventure, BMW G 310 GS, TVS Apache RR 310 જેવી બાઈકો સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp