ISRO પ્રમુખે જણાવ્યું- ચંદ્રયાન-2 કેમ થયું ફેલ? એલન મસ્ક પ્રેરણા કેમ? III ક્યારે

PC: equitypandit.com

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમના બીજા અને અંતિમ દિવસે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થા (ISRO)ના ચેરમેન એસ. સોમનાથે કહ્યું કે, ભારતના મહત્ત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-3નું લોન્ચિંગ જુલાઈમાં કરવામાં આવશે. ISROના ચંદ્રયાન-2ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાની યોજના છે. કાર્યક્રમમાં ‘ધ સ્પેસ ક્વેસ્ટ’ સેશનને સંબોધિત કરતા ISRO પ્રમુખ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3 ઘણી બાબતે ચંદ્રયાન-2 જેવું જ છે. આ બંને મિશનોના સાયન્ટિફિક આર્ટિકટેક્ચર એક જેવું છે અને મિશનનું લક્ષ્ય પણ સામાન છે. તેનું લૉન્ચિંગની તારીખની જલદી જ જાહેરાત કરવામાં આવશે.

કેમ થયું ચંદ્રયાન-2 ફેલ?

ચંદ્રયાન-2 મિશનની નિષ્ફળતાને લઈને ISRO પ્રમુખે જણાવ્યું કે, ચંદ્રયાન-2 નિષ્ફળ થયું, પરંતુ તેનું ઓર્બિટ એ જ છે અને અમને ડેટા આપી રહ્યું છે. અમને એ સમજવામાં ખૂબ સમય લાગ્યો કે, ચૂક ક્યાં થઈ અને સમસ્યા શું હતી. હકીકતમાં તેના સોફ્ટવેરમાં પરેશાની હતી. તેમણે ગગનયાન મિશન બાબતે કહ્યું કે, આ મિશન માટે 4 પાયલટ્સ એસ્ટ્રોનોટ ટ્રેઇની તરીકે અમારી સાથે જોડાયા છે. અમે મિશન માટે આ મોડ્યૂલને ડિઝાઇન અને તૈયાર કરી રહ્યા છીએ, જેમાં તેઓ બેસશે.

તેમણે કહ્યું કે, ISROને એ સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા 4 સ્પેશ મિશનની જરૂરિયાત છે કે અમારા ક્રૂ રેસ્ક્યૂ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે. અમારે માનવરહિત મિશન પણ શરૂ કરવા પડશે. ISRO પ્રમુખે ભારતના પહેલા સોલર મિશન એટલે કે સૂર્યની સ્ટડી કરનાર સ્પેસક્રાફ્ટ આદિત્ય L-2ને ઓગસ્ટમાં લોન્ચ કરવાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, સ્પેસક્રાફ્ટ Lagrange પોઈન્ટ પર લોન્ચ કરવામાં આવશે. ભારતીય સૂર્યયાન એટલે કે આદિત્ય L-1માં 7 પેલોડ્સ છે, જેમાંથી 6 પેલોડ ISRO અને અન્ય સંસ્થાએ બનાવ્યા છે. આદિત્ય L1 સ્પેસક્રાફ્ટને ધરતી અને સૂરજ વચ્ચે L ઓર્બિટમાં રાખવામાં આવશે.

એટલે કે સૂરજ અને ધરતીની સિસ્ટમ વચ્ચે ઉપસ્થિત પહેલું લેરેન્જિયન પોઈન્ટ. આ પોઈન્ટ હકીકતમાં અંતરીક્ષનું પાર્કિંગ સ્પેસ છે. જ્યાં ઘણા ઉપગ્રહ તૈનાત કરવામાં આવ્યા છે એટલે ભારતનું સૂર્યયાન ધરતીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સ્થિત આ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવશે. આ જગ્યાએથી તે સૂરજની સ્ટડી કરશે. તે સૂરજ નજીક નહીં જાય.

એલન મસ્ક પાસેથી એક પ્રેરણા:

આજના સમયમાં એલન મસ્ક અને બેજોસ જેવા અબજપતિ ખૂબ ઓછા સમયમાં સ્પેસની દુનિયામાં પગલાં રાખી રહ્યા છે, પરંતુ ISROને આ કામમાં દશકોનો સમય લાગ્યો. એમ પુછવામાં આવતા ISRO પ્રમુખે કહ્યું કે, અમને સ્પેસનું જિયોપોલિટિકલને સમજવું પડ્યું. ભારત સાથે તેમની તુલના નહીં કરી શકાય. એલન મસ્ક એક પ્રેરણા છે. તે ઝનૂન સાથે મિશન પર લાગ્યા છે. આગામી વર્ષોમાં સ્પેસ જગતમાં ખૂબ બદલાવ જોવા મળશે. અમે ઘણા મિશન પર કામ કરી રહ્યા છીએ.

મહિલાઓને સ્પેસમાં મોકલવા પર તેમણે કહ્યું કે, અમે વુમેન ઇન સ્પેસની જગ્યાએ હ્યુમન ઇન સ્પેસ પર ભાર આપીએ છીએ. એ સિવાય અનમેન્ડ મિશન, રોબોટિક મિશન પણ ખૂબ મહત્ત્વના છે. ભવિષ્યમાં કોઈ પણ મિશન નિષ્ફળ થવા પર સૌથી પહેલા ક્રૂની સેફ્ટી અમારા માટે પ્રાથમિકતા છે. અમે તેના પર પણ કામ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp