Samsung આ 5G સ્માર્ટફોન 5000ના ડિસ્કાઉન્ટમાં વેચી રહી છે

Samsungએ તેનો નવો સ્માર્ટફોન Galaxy S21 FE ભારતમાં લોન્ચ કરી દીધો છે. જોકે આ ફોન પહેલા ભારતમાં લોન્ચ થઇ ચૂક્યો છે. પણ હવે કંપનીએ આ ફોનને નવા સ્પેસિફિકેશન્સની સાથે લોન્ચ કર્યો છે. સેમસંગનો આ ફોન Exynos 2100 પ્રોસેસરની સાથે લોન્ચ થયો હતો. જેને હવે કંપનીએ Qualcomm Snapdragon 888ની સાથે રિલોન્ચ કર્યો છે.
પ્રોસેસર સિવાય ફોનમાં અન્ય કોઇ નવા ફીચર ઉમેરવામાં આવ્યા નથી. આ પ્રોસેસર બે વર્ષ જૂનુ છે. Galaxy S21 FEમાં 6.4 ઈંચનું ડિસપ્લે આપવામાં આવ્યું છે. જે 120haz રિફ્રેશ રેટની સાથે આવે છે.
કલર
સેમસંગનો આ ફોન માત્ર એક કોન્ફિગ્રેશનમાં આવે છે. આ ફોન Olive, Graphite, Lavender અને Navy Blue આ ચાર કલરમાં અવેલેબલ છે. આ સ્માર્ટફોનની કિંમત 49,999 રૂપિયા છે.
આ સ્માર્ટફોનને તમે કંપનીની વેબસાઈટ અને અન્ય રિટેલ સ્ટોરમાંથી ખરીદી શકો છો. લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને 5000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. આ ઓફર HDFC બેંક કાર્ડ પર ઉપલબ્ધ છે.
સ્પેસિફિકેશન
Galaxy S21 FEમાં 6.4 ઈંચનું ડિસપ્લે, Exynos 2100 પ્રોસેસરના બદલે Qualcomm Snapdragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ ફોન 120haz રિફ્રેશ રેટની સાથે આવે છે.જેમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે. આ ફોન Android 13 પર બેઝ્ડ One UI પર કામ કરે છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો મેઈન લેન્સ 12 મેગા પિક્સલનો છે. તો 12 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સ પણ છે. તો 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ મળે છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. જેને 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. ફોન 15 વોટના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જેમાં ઈનડિસ્પ્લે ફિંગરપ્રિંટ, સ્ટીરિયો સ્પીકર અને IP68 રેટિંગ મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp