50 MP કેમેરો અને 5000 mAhની બેટરી સાથે Samsungએ બે 5G ફોન લોન્ચ કર્યા

PC: samsung.com

સ્માર્ટફોન બનાવનારી ગ્લોબલ બ્રાન્ડ Samsungએ  ભારતમાં એક સાથે બે 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Samsungના આ ફોનની રાહ યુઝર્સ ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા. Samsungના આ નવા ફોન Samsung Galaxy A14 અને Samsung Galaxy A23 છે. સેમસંગના આ ફોનમાં તમને 50 MPનો પ્રાઈમરી કેમેરો, 5000 mAhની પાવરફુલ બેટરી, 120 Hz રિફ્રેશ રેટ, 6 GBની રેમ, 120 GB સુધીનું સ્ટોરેજ અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. 20 જાન્યુઆરીથી તમે આ ફોનને ઓનલાઈન અને ઓફલાઈન બંને પર ખરીદી શકો છો.

 

Samsungના આ ફોનમાં તમને 6.6 ઈંચની ડિસપ્લે મળે છે, જે HD+ રિઝોલ્યુશન અને 90 Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. સ્માર્ટફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, જે ફોનના પાવર બટનની સાથે એમ્બેડ છે. જ્યારે Samsungએ આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 50 MPનો પ્રાઈમરી કેમેરો, 2 MPનો ડેપ્થ સેન્સર અને 2 MPનો ડેપ્થ યુનિટ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 13 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય Samsungનો આ ફોન EXYNOS 1330 પ્રોસેસરથી લેસ છે. જ્યારે ફોનમાં 5000 mAhની પાવરફુલ બેટરી છે જે 25Wનું ફાસ્ટ ચાર્જિંગથી લેસ છે.

Samsungના Galaxy A23 ફોનમાં પણ તમને 6.6 ઈંચની ડિસપ્લે મળે છે, જે FHD+ રિઝોલ્યુશન અને 120 Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. Galaxy A23માં પણ સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર છે, જે ફોનના પાવર બટન સાથે એમ્બેડ છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 50 MPનો પ્રાઈમરી કેમેરો, 2 MPનો ડેપ્થ સેન્સર અને 2 MPનો ડેપ્થ યુનિટ સેન્સર અને 5 MPનો અલ્ટ્રા વાઈડ એંગલ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 8 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય તેમાં સ્નેપડ્રેગન 695 SOC પ્રોસેસરથી લેસ છે. Galaxy A23માં પણ 5000 mAhની બેટરી સાથે 25Wનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

Samsungના Galaxy A14 5Gનું બેઝ મોડલ 4 GB રેમ+64 GB સ્ટોરેજની કિંમત 16449 રૂપિયા છે. જ્યારે 6 GB રેમ+128 GB સ્ટોરેજની અને 8 GB રેમ+128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 18999 રૂપિયા અને 20999 રૂપિયા છે. બીજી તરફ Samsungના Galaxy A23 5Gના 6 GB રેમ+128 GB સ્ટોરેજ અને 8 GB રેમ+128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 22999 રૂપિયા અને 24999 રૂપિયા છે. Samsungના Galaxy A14 5G ડાર્ક રેડ, લાઈટ ગ્રીન અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. જ્યારે Samsungના Galaxy A23 5G સિલ્વર, ઓરેન્જ અને બ્લૂ પેઈન્ટ કલરમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp