સેમસંગે પોતાના ફ્લેગશિપ ફોન Galaxy Fold 5 અને Flip 5 લોન્ચ કર્યા, જાણો કિંમત

PC: tech.hindustantimes.com

સેમસંગે પોતાના લેટેસ્ટ ફોલ્ડેબલ અને ફ્લિપ ફોનને લોન્ચ કરી દીધા છે. કંપનીએ Galaxy Fold 5 અને Flip 5ને લોન્ચ કરી દીધા છે, જે આકર્ષક ફીચર્સ સાથે આવે છે. બન્ને સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોનમાં IPX8 રેટિંગ પણ મળે છે.

કંપનીએ આ સ્માર્ટફોનમાં પહેલા કરતા સારી બેટરી, કેમેરો અને બીજા ફીચર્સ પણ આપ્યા છે. તેની સાથે જ કંપનીએ આ ફોન્સ માટે એક્સેસરીઝ પણ લોન્ચ કરી છે. તો આવો જાણો આ સ્માર્ટફોન્સની કિંમત અને સ્પેસિફિકેશન્સ.

સેમસંગે Galaxy Flip 5 ફોનમાં બે સ્ક્રીન આપી છે. મેન ડિસ્પ્લે 6.7 ઇંચની ડાઇનેમિક એમોલેડ પેનલ છે, જે 120Hzના રિફ્રેશ રેટ સાથે આવે છે. અને કવર સ્ક્રીનની વાત કરીએ તો ત્યાં તમને 3.4 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે મળે છે, જે 60Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

આ મોબાઇલમાં તમને 12 + 12 મેગાપિક્સલ્સનું ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળે છે. સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8 GB રેમ અને 512 GB સુધીનું સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 3700 મિલિ એમ્પાવરની બેટરી મળે છે.

આ મોબાઇલને 25 વોટની વાયર્ડ ચાર્જિંગ અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 13 પર બેઝ્ડ વન UI 5.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. આ મોબાઇલમાં મિંટ, ગ્રેફાઇટ, ક્રીમ અને લવંડર કલર મળે છે. જ્યારે, ગ્રે, બ્લુ, ગ્રીન અને યલો તમે કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકશો.

Galaxy Fold 5માં 7.6 ઇંચની એમોલેડ સ્ક્રીન મળે છે, જે 120 Hzના રિફ્રેશ રેટ સાથે આવે છે. જ્યારે, કવર ડિસ્પ્લે 6.2 ઇંચની એમોલેડ પેનલ સાથે આવે છે, જે 120 Hzના રિફ્રેસ રેટ સાથે આવે છે. આ મોબાઇલમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 50 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ અને 10 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp