ચીનના વૈજ્ઞાનિકોનો દાવો-ચંદ્ર પર કાચના મોતીઓમાં જમા છે 30000 કરોડ લીટર પાણી

ચીનના વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી નીચે હજારો કરોડ લીટર પાણીની શોધ કરવાનો દાવો કર્યો છે. તેમના દાવામાં હેરાની એ વાતની છે કે પાણી કાંચના મોતીઓમાં બંધ છે એટલે કે આટલા લીટર પાણીને પોતાનામાં છુપાવવા માટે હજારો કરોડ મોતીઓ પણ છે, એ પણ કાંચના. આ કાંચના મોતીઓ કે નાના બૉલની અંદર પાણી છુપાયેલું હોવાની વાત ચીનના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. હકીકતમાં ચીનની સ્પેસ એજન્સી ચંદ્રની સપાટીનું સેમ્પલ લાવવા માટે ચાંગઇ-5 મોકલ્યું હતું. મિશન સફળ રહ્યું.

રોવરે ડિસેમ્બર 2020માં માટીનું સેમ્પલ લીધું હતું. તેને લઈને ધરતી પર પરત આવી ગયું. જ્યારે પાટીના સેમ્પલની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેમ માઇક્રોસ્કોપિક કાંચના મોતી છે. આ મોતીઓ અંદર પાણી હોવાના પુરાવા મળ્યા છે કેમ કે તે કાંચની મોટી અલગ-અલગ ધાતુઓ પીગળવાના કારણે બન્યા છે. આ મોતીઓને અપોલો લૂનર સેમ્પલ દરમિયાન લેવામાં આવેલી માટીમાં પણ ઓવા મળ્યા. હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં ચંદ્ર પર માણસની વસ્તી વસાવવા માટે આ મોતીઓમાંથી પાણી કાઢી શકાય છે.

અહીં લગભગ 30 હજાર લીટર પાણી છે, તેનો રિપોર્ટ 27 માર્ચ 2023ના રોજ Nature Geosciences જર્નલમાં પ્રકાશિત થયો છે. આ કાંચના મોતીઓને ગ્લાસ સ્ફેરુલ્સ કે ઇમ્પેક્ટ ગ્લાસિસ કે માઇક્રોટેક્ટાઈટિસ કહેવામાં આવે છે. એ ત્યારે બને છે જ્યારે લાખો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉલ્કાપિંડ ચંદ્ર સાથે ટકરાય છે. ચંદ્રયાન વાયુમંડળમાં માટી ઝડપથી ઊડે છે. અહી ટક્કરથી ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે. જેથી સિલિકેટ ખનીજ પીગળે છે. પછી ઠંડા થઈને કાંચના ગોળ મોતીઓમાં બદલાઈ જાય છે.

નેચર જિયોસાયન્સિસમાં છપાયેલા રિપોર્ટ મુજબ, આ મોતીઓની અંદર હાઇડ્રોજનની માત્ર ખૂબ જ વધારે હોય છે. એમ કહેવાય કે તે પોતાની અંદર હાઈડ્રોજન ફસાવી લે છે. માટીમાં દબાતા જાય છે. જ્યારે સૂર્યની હવા ચાલે છે એટલે કે સૌર હવા. ત્યારે આ હાઈડ્રોજન પાણીનું નિર્માણ કરે છે, પરંતુ જમીનની સપાટી નીચે. કાંચના દરેક મોતીની અંદર 2000 માઇક્રોગ્રામ પાણી સ્ટોર થવાની સંભાવના છે. જ્યારે વૈજ્ઞાનિકોએ હાઇડ્રેશન સિગ્નેચર એનાલિસિસ કર્યું તો ખબર પડી કે મોટી થોડા જ વર્ષોમાં પોતાની અંદર પાણી બનાવવાની ક્ષમતા ઉત્પન્ન કરી લે છે.

એટલે કે ભવિષ્યમાં માણસોના મૂન મિશન દરમિયાન તેમને પાણીની જરૂરિયાત હશે તો આ મોતીઓમાંથી કાઢીને તેમનો ઉપયોગ કરી શકાય છે. જો કે અત્યારે વૈજ્ઞાનિકોએ આશા છે કે આ કાંચના મોતીઓમાં જેમા પાણી સિવાય અન્ય કોઈ નવા ખુલાસા થઈ શકે છે. ચાઇનીઝ અકાદમી ઓફ સાયન્સિસના જિયોફિઝિસ્ટ હૂ સેને કહ્યું કે, ચંદ્ર પર આ કાંચના મોતીઓ સિવાય પણ ઘણી એરલેસ બોડી છે એટલે કે એવી વસ્તુઓ જેમાં હવા નથી, પરંતુ સૂરજની હવા લગાવ પર તે પાણી ઉત્પન્ન કરી શકે છે.અમે એવી જ વસ્તુઓની શોધ કરી રહ્યા છીએ જેથી ભવિષ્યમાં ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સને પાણીની અછત ન અનુભવાય.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.