આજે આકાશમાં એક સાથે દેખાશે શુક્ર અને શનિ, જાણો કેવી રીતે અને ક્યારે જોઈ શકાશે

PC: twitter.com/SPACEdotcom

રવિવારે એટલે કે 22 જાન્યુઆરી 2023ની સાંજે શનિ (Saturn) અને શુક્ર (Venus) ગ્રહ એક-બીજાની ખૂબ નજીક આવવાના છે. બંને ગ્રહ એક-બીજાથી લગભગ 13 કરોડ કિલોમીટર કરતા પણ વધારે દૂર છે એટલે તેમના ટકરાવાની કોઇ સંભાવના નથી, પરંતુ તેની ઓર્બિટ એ પ્રકારની છે કે તેઓ પૃથ્વીથી એક-બીજાની ખૂબ નજીક નજરે પડશે. શનિ અને શુક્ર ગ્રહ આટલી નજીક આવવાને કંજક્શન કહેવામાં આવે છે. શુક્ર સૂર્યથી બીજા નંબરનો ગ્રહ છે, જ્યારે શનિ આપણા સોલર સિસ્ટમનો બીજો સૌથી મોટો ગ્રહ છે.

જો તમે ઘર બેઠા આ ગ્રહોને જોવા માગો છો, તો તમને જણાવી દઇએ કે વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ તેને લાઇવ સ્ટ્રીમ કરી રહ્યું છે. લાઇવ સ્ટ્રીમ ત્યારે શરૂ થશે જ્યારે બંને ગ્રહ અડધા ડિગ્રીથી પણ ઓછી દૂરી પર હશે. વર્ચ્યુઅલ ટેલિસ્કોપની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ રવિવારે સવારે 11 વાગ્યે (EST) (1600 GMT) શરૂ થશે. In-The-Sky.Orgના રિપોર્ટ મુજબ નવી દિલ્હીથી બંને ગ્રહોને ક્ષિતિજથી 16 ડિગ્રી ઉપર 18:07 (IST)ની આસપાસ જોઇ શકાય છે.

આ એ જ સમય છે જ્યારે સાંજ ઢળે છે અને અંધારું થઇ જાય છે. તેઓ ત્યારે ક્ષિતિજ તરફ ડુબશે, સૂર્યના 1 કલાક 39 મિનિટ બાદ 19:30 વાગ્યે અસ્ત થશે. આમ તો રાતના સમયે શનિ અને શુક્ર બંનેને જ નરી આંખે જોઇ શકાશે, પરંતુ આ બંનેની ચમકમાં ખૂબ અંતર છે. સૂર્ય અને ચંદ્રમા બાદ આકાશગંગાનો સૌથી ચમકદાર ગ્રહ શુક્ર જ છે. આ કંજક્શન દરમિયાન શુક્ર -3.9 અને શનિ 0.7 મેગ્નિટ્યુડ પર હશે. આકાશમાં ચમકદાર ઓબ્જેક્ટ નેગેટિવ નંબરોથી દેખાડવામાં આવે છે.

તેનો અર્થ છે કે, આ કંજક્શન દરમિયાન શુક્રની તુલનામાં શનિ ગ્રહ લગભગ 100 ગણો ઝાંખો હશે. આ કંજક્શન દરમિયાન બંને ગ્રહ એટલી નજીક હશે કે સ્કાઇવૉચર્સ તેમને દૂરબીન કે કોઇ પણ ઉપકરણ વિના સરળતાથી જોઇ શકશે. જો કે, શનિને જોવો એટલો સરળ નહીં હોય, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ નજારાને ત્યારે જ જોઇ શકાય છે જ્યારે હવામાન સહિત તમામ પરિસ્થિતિઓ અનુકૂળ હોય. શનિવારે જાન્યુઆરી મહિનાની અમાસ હતી અને અમાસના આગામી દિવસે ચંદ્રમા, અર્ધચંદ્ર થઇ જાય છે અને તેની ચમક માત્ર 2 ટકા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp