ઝટકો લાગે કે ધક્કો, તો પણ સંતુલન બગડશે નહીં! આવ્યું 'સેલ્ફ બેલેન્સિંગ' સ્કૂટર

PC: cleanscooter.in

ઓટો એક્સ્પોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, થોડા જ દિવસોમાં વાહનોનો સૌથી મોટો મેળાવડો ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા માર્ટ એક્સપોમાં થવા જઈ રહ્યો છે. આ વખતે, વિશ્વભરમાંથી આવી રહેલી ઘણી કંપનીઓ ઓટો એક્સપોમાં ભાગ લઈ રહી છે, જેઓ તેમના એક એકથી ચઢિયાતા, એક નવા વાહનો અને કોન્સેપ્ટ રજૂ કરશે. દરમિયાન, મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ લિગર મોબિલિટી પણ વિશ્વનું પ્રથમ 'સેલ્ફ-બેલેન્સિંગ' ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સ્કૂટર ઘણી બધી રીતે એકદમ ખાસ છે.

લિગર મોબિલિટીએ જાહેરાત કરી છે કે, તે ઓટો એક્સપોમાં તેના નવા 'સ્વ-સંતુલિત' ઇલેક્ટ્રિક સ્કૂટરને પ્રદર્શિત કરશે. આ વખતે ગ્રેટર નોઈડામાં 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, મીડિયા માટે 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે. દર બે વર્ષે યોજાતો આ એક્સ્પો કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો, હવે ફરી એકવાર ચમકતી કાર-બાઈક અને ઈલેક્ટ્રીફાઈડ વાહનોનો મોટો સ્ટોક લોકોની વચ્ચે ઉભો થયેલો જોવા મળશે.

તો આપણે આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે વાત કરીએ તો, સ્ટાર્ટઅપનો દાવો છે કે તેમાં ઓટો-બેલેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને લિગર મોબિલિટી દ્વારા સંપૂર્ણપણે ઇન-હાઉસ વિકસાવવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ લાંબા સમયથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું હતું અને અગાઉ મહિન્દ્રા ડુરો સ્કૂટર પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જો કે, કંપનીએ હજુ સુધી આ ઇલેક્ટ્રિક સ્કૂટર સંબંધિત ટેકનિકલ માહિતી શેર કરી નથી. પરંતુ કંપનીએ તેની એક તસવીર ચોક્કસ શેર કરી છે. જેને જોઈને કહી શકાય કે, તેને નિયો-રેટ્રો સ્ટાઇલ સાથે LED હેડલાઇટથી સજાવવામાં આવી છે. આ સ્કૂટરમાં કોઈપણ પ્રકારનું સ્ટેન્ડ આપવામાં આવ્યું નથી અને આ સ્કૂટર પોતે જાતે બેલેન્સ બનાવીને ઊભું રહે છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ સ્થિત લિગર મોબિલિટીની સ્થાપના બે IIT સ્નાતકો દ્વારા કરવામાં આવી છે, આ સ્ટાર્ટ-અપ ઘણા સમયથી સ્વ-સંતુલન ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આ ટેકનિકનો મુખ્ય હેતુ રસ્તા પર થતા અકસ્માતોને રોકવાનો છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, સ્કૂટર વગેરે ચલાવતી વખતે લોકો પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને તેઓ અકસ્માતનો ભોગ બને છે, પરંતુ આ સ્કૂટર સાથે એવું નથી. તેની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેને થોડોઘણો ધક્કો લાગે તો પણ આ સ્કૂટર પડતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp