આવી ગઈ હવામાં ઉડનારી ઇલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ખાસિયત

PC: facebook.com/jetsonaero

હવામાં ઉડતી ફ્લાઇંગ કારોની વાતો લાંબા સમયથી થતી આવી છે અને અત્યારસુધી મોટાભાગના કોન્સેપ્ટ મોડલોને જ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ, એવુ પહેલીવાર થશે જ્યારે તમે ફ્લાઇંગ ઇલેક્ટ્રિક કારને ખરીદી શકો છો. સ્વીડનની કંપની Jetsonએ પોતાની નવી ઇલેક્ટ્રિક ફ્લાઇંગ કાર Jetson One લોન્ચ કરી દીધી છે અને તે હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીએ તેની કિંમતની જાહેરાત કરી દીધી છે. હવામાં કોઈ ડ્રોનની જેમ ઉડનારી આ ઇલેક્ટ્રિક કારની કિંમત 98000 ડૉલર (આશરે 80.19 લાખ રૂપિયા) છે. એટલું જ નહીં આ કારને ગ્રાહક માત્ર 8000 ડૉલર (આશરે 6.5 લાખ રૂપિયા) નું ડાઉન પેમેન્ટ આપીને ઘરે લાવી શકે છે.

આ કારની પાછળ કંપનીનું મિશન છે કે, આ આકાશ બધા માટે જ છે અને કોઈપણ આ ફ્લાઇંગ ઇલેક્ટ્રિક કારની મદદથી હવામાં ઉડવાની મજા લઈ શકે છે. જોવામાં આ કોઈ ડ્રોન જેવી લાગે છે. કંપનીનો દાવો છે કે, તેને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે, તેને હવામાં ઉડવામાં ખૂબ જ સરળતા રહે અને માત્ર થોડી મિનિટોમાં જ તેને કોઈપણ ઉડાવતા શીખી શકે છે. આ એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ વ્હીકલ છે. જેને તમે એક જગ્યાએથી ટેક-ઓફ કરીને હવામાં ઉડી શકે છે અને ખૂબ જ સામાન્યરીતે તેને સુરક્ષિત લેન્ડિંગ પણ કરાવી શકાય છે. કંપનીની આધિકારીક વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે, તેનો ફ્લાઇંગ અવર આશરે 20 મિનિટ છે.

Jetson Oneની સાઇઝ

લંબાઈઃ 2480 મિમી

પહોળાઈઃ 1500 મિમી

ઊંચાઈઃ 1030 મિમી

આ ફ્લાઇંગ કારને જોયા બાદ દરેકના મનમાં એ સવાલ આવે કે, તેને ઉડાવવા માટે પાયલટ લાયસન્સની જરૂર પડશે? પરંતુ, Jetson One ની સાથે એવુ જરા પણ નથી. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, તેનું વજન માત્ર 190 પાઉન્ડ અથવા 86 કિલો જ છે. જે, eVTOL અલ્ટ્રાલાઇટ વાહનો માટે બનાવવામાં આવેલા US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના નિયમોને અનુરૂપ છે. આથી તેને ઓપરેટ કરવા માટે પાયલટ લાયસન્સની જરૂર નથી. જોકે, આ નિયમ માત્ર અમેરિકામાં જ માન્ય છે.

Jetson ના દાવા અનુસાર, તેને ઉડાવવુ ખૂબ જ સરળ છે. તેના કોકપિટમાં બે જોયસ્ટિક આપવામાં આવી છે, જે મૂળરૂપે તેના હેન્ડલની જેમ કામ કરે છે. તેમા એક જોયસ્ટિક વાહનની ઊંચાઈને નિયંત્રિત કરવા માટે અને બીજી તેની દિશાને નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કંપનીનું કહેવુ છે કે, થોડી મિનિટોની ટ્રેનિંગ અને કમ્પ્યુટરની મદદથી કોઈપણ તેને સરળતાથી ઉડાવતા શીખી શકે છે.

તેમા 88 કિલોવોટની ક્ષમતાની બેટરી પેક છે, જેની મદદથી આ વાહન જમીનથી આશરે 1500 ફૂટ ઉપર ઉઠી શકે છે. Jetson Oneમાં ચાર પ્રોપેલર આપવામાં આવ્યા છે જે તેને અધિકતમ 63 માઇલ અથવા 101 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ આપે છે. જ્યારે ઉડાન પૂરી થાય તો eVTOL મોટાભાગે લેન્ડિંગ પ્રક્રિયાને ઓટોમેટિક રીતથી LIDAR સેન્સરનો ઉપયોગ કરીને પૂર્ણ કરે છે. Jetson Oneમાં આપવામાં આવેલા ફોલ્ડ-આઉટ આર્મ્સને ફોલ્ડ કર્યા બાદ તેની પહોળાઈ માત્ર 35 ઇંચ રહી જાય છે. જોકે, હાલ કંપનીએ તેની રેન્જ, ચાર્જિંગ ટાઇમ વગેરેમાં કોઈ જાણકારી શેર નથી કરી.

Jetson Oneમાં કેટલીક ખાસ સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેમા બેલિસ્ટિક પેરાશૂટ પણ મળે છે, જે ઉડાન દરમિયાન કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક ડિપ્લોય થઈ જાય છે. Jetson ના સહ-સંસ્થાપક ટોમાઝ પાટને મીડિયાને જણાવ્યું કે, આ પેરાશૂટ ખૂબ જ ઇમરજન્સી સ્થિતિ સામે લડવા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે, જે 20 મીટર સુધીની ઊંચાઈ પર પણ સારું કામ કરે છે. તેમા હેન્ડ્સ ફ્રી હોવર ફંક્શન્સ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, જો એક પ્રોપેલરની મોટર ખરાબ પણ થઈ જાય તો પણ તે સુરક્ષિતરીતે હવામાં ઉડતું રહેશે.

કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર તેની આધિકારીક બુકિંગ પણ શરૂ કરી દીધુ છે. કંપનીની યોજના અનુસાર, વર્ષની અંદર તેની ડિલીવરી પર શરૂ કરી દેવામાં આવશે, હાલ આ ટેસ્ટિંગ ફેઝમાં છે પરંતુ, અત્યારસુધી તેના સેંકડો યુનિટ્સનું બુકિંગ પણ મળી ચુક્યુ છે. હાલ તેને માત્ર અમેરિકી બજારમાં જ વેચવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp