પોતાના મોબાઈલ પર શું જોવે છે ભારતીય પુરુષ? મહિલાઓને લઈને પણ રિસર્ચમાં થયો ખુલાસો

PC: pexels.com

આજના સમયમાં સ્માર્ટફોન દિવસના 24 કલાક આપણી સાથે રહે છે. આપણે રોજ મોબાઈલથી કોલ કરવા સિવાય સોશિયલ મીડિયાથી લઈને વીડિયો જોવા અને ગેમિંગ માટે તેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. હાલમાં એક તાજા રિપોર્ટમાં સ્માર્ટફોનને લઈને પુરુષો અને મહિલાઓની ટેવનું અલગ અલગ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ સ્ટડીમાં સ્માર્ટફોન સાથે જોડાયેલી ટેવોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.

કન્વર્ઝેશન મીડિયા પ્લેટફોર્મ બોબલ AI (Bobble AI)એ સ્માર્ટફોન ઉપયોગકર્તાઓ પર કરવામાં આવેલા એક નવા રિસર્ચના આંકડાઓ શેર કર્યા છે. આ રિસર્ચમાં લગભગ 8.5 કરોડ પુરુષો અને મહિલાઓ દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનના ઉપયોગ કરવાની રીતોનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, મોટા ભાગના ભારતીય પુરુષ ગેમિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે જ્યારે મહિલાઓ ફૂડ અને મેસેજિંગ એપ્લિકેશન પસંદ કરે છે.

બોબલ AIના રિપોર્ટ મુજબ, ગયા વર્ષે સ્માર્ટફોન પર ભારતીય ઉપયોગકર્તાઓ દ્વારા વિતાવવામાં આવેલા સમયમાં 50 ટકાનો વધારો થયો છે. તો સ્માર્ટફોનના ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી સતત વધવા છતા ભારતમાં માત્ર 11.3 ટકા મહિલાઓ જ પેમેન્ટ એપનો ઉપયોગ કરી રહી છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પુરુષ પોતાના સ્માર્ટફોન પર સૌથી વધુ ગેમિંગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રહ્યા છે.

તેની વિરુદ્ધ મહિલાઓમાં ગેમિંગ એપ્સ પ્રત્યેની રુચિ ઓછી જોવા મળી. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, માત્ર 6.1 ટકા મહિલાઓ જ ગેમિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. ભલે મહિલાઓને ગેમિંગ પસંદ નહીં હોય, પરંતુ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવામાં તેની ભાગીદારીની તુલનાત્મક રૂપે સારી છે. રિસર્ચ મુજબ, વીડિયો એપ્લિકેશન ઉપયોગ કરવામાં મહિલાઓની ભાગીદારી 21.7 ટકા અને ફૂડ એપ્લિકેશનમાં 23.5 ટકા છે.

રિપોર્ટ મુજબ, પેમેન્ટ એપ્સમાં મહિલાઓની ભાગીદારી 11.3 ટકા અને સ્પોર્ટ્સ એપમાં 6.1 ટકા છે, જે એ જ એપ્સનો ઉપયોગ કરનાર પુરુષોની તુલનામાં સૌથી ઓછી છે. આ રિસર્ચ મોબાઈલ ઇન્ટેલિજેન્સ ડિવિઝન દ્વારા ગોપનીય નિયમોનું પાલન કરતા 8.5 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ સાથે કરવામાં આવ્યું હતું. રિસર્ચનું વિશ્લેષણ બોબલ AIએ તૈયાર કર્યું છે. બોબલ AIએ કહ્યું કે, તેએ ગોપનિયતાના પાલનના આધાર પર આ શોધ કરી છે અને 8.5 કરોડથી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના ડેટાનો ઉપયોગ કર્યો. તેના માટે વર્ષ 2022થી લઈને વર્ષ 2023 સુધીની અવધિમાં સ્માર્ટફોન ઉપયોગને આધાર બનાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp