Sony અને Hondaએ મિલાવ્યો હાથ, શોકેસ કરી જબરજસ્ત ફીચર્સથી લેસ ઈલેક્ટ્રીક કાર

PC: motor1.com

જાપાનની બે દિગ્ગજ કંપનીઓ Sony અને Hondaએ એકબીજા સાથે હાથ મિલાવ્યા છે અને લાસ વેગાસમાં ચાલી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શોમાં પોતાની નવી ઈલેક્ટ્રીક કાર બ્રાન્ડ Afeelaની જાહેરાત કરી છે. આ બંને બ્રાન્ડ સંયુક્ત રૂપે ઈલેક્ટ્રીક કારનું નિર્માણ કરશે. જે વર્ષ 2026માં ઉત્તર અમેરિકામાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. નવા બ્રાન્ડ અંગે વધારે માહિતી જાહેર નથી કરી પરંતુ Sony Honda મોબિલિટીના CEO યાસુહાઈડ મિઝુનોએ કહ્યું છે કે કાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની સાથે જ Sonyની એડવાન્સ ટેકનીકથી લેસ હશે.

Afeela બ્રાન્ડની આ ઈલેક્ટ્રીક કારમાં કેમેરો, રડાર, અલ્ટ્રાસોનિક અને લિડાર સહિત 40થી વધુ સેન્સર, વાહનના બહારના ભાગલમાં લાગેલા હશે. જેનાથી આસપાસની વસ્તુઓની ખબર મેળવવા અને સેલ્ફ ડ્રાઈવિંગની ક્ષમતા ઘણી વધી જશે. મિઝુનોના કહેવા પ્રમાણે, Afeelaની ઈલેક્ટ્રીક કાર મુખ્ય રૂપથી ત્રણ થીમ પર બેસ્ડ હશે, જેમાં ઓટોનોમી, સ્વાયત્તા અને આત્મીયતા સામેલ છે.

આ શો દરમિયાન શોકેસ કરવામાં આવ્યું હતું કે પ્રોટોટાઈપ મોડલ ઘણી હદ સુધી એવું જ જોવા મળ્યું હતું જે સોનીએ ત્રણ વર્ષ પહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શોમાં કોન્સેપ્ટ કાર પ્રદર્શિત કરી હતી. જોકે આ એક સિડાન છે, જેમાં સામેની તરફ એક લાઈટ બાર, એક બંધ ગ્રિલ અને એક હાઈ-ગ્લોસ બ્લેક રૂફ આપવામાં આવ્યું છે. બ્લેક હબકેપ્સ અને વ્હીલની ઉપર એક લાઈટ એક્સેન્ટ પણ આપ્યું છે. ઘણી હદ સુધી તે Afeela prototype Porsche 911 અને Lucid Air વચ્ચેની મેશઅપ જેવી દેખાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ નવી ઈલેક્ટ્રીક કારની કિંમત Mercedez-Benz, BMW, Volvo અને Audi જેવી પ્રીમિયમ કારને બરાબર હોઈ શકે છે. Sonyએ કહ્યું છે કે તેને આશા છે કે કંપનીનું સોફ્ટવેર સબસ્ક્રીપ્શન સેવાઓની સાથે જાહેર કરવામાં આવી શકે છે, આથી વાહન માલિકોને કેટલીક સુવિધાઓનો ઉપયોગ કરવા માટે માસિક ચૂકવણી કરવી પડી શકે છે.

મતલબ છે કે ત્રણ વર્ષ પહેલા Sonyએ જ્યારે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનીક શોમાં પોતાની સ્લીક કોન્સેપ્ટ સિડાન કાર Vision-Sને શોકેસ કરી હતી, તે સમયે આ કોન્સેપ્ટની ચર્ચા ચારે બાજુ થઈ હતી. હવે Sony અને Honda બંને મળીને Afeela બ્રાન્ડ હેઠળ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવા જઈ રહી છે. તો દેખીતી વાત છે કે Tesla જેવી કંપનીઓ માટે પણ ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. આશા કરવામાં આવી રહી છે કે ઓટો ઈન્ડ્સ્ટ્રીમાં Hondaના વર્ષોના અનુભવ અને ટેકનોલોજી ક્ષેત્રમાં Sonyનું જ્ઞાન આ કારને વધુ સારી બનાવવામાં મદદ કરશે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp