Appleના ફાઉન્ડરે આ વ્યક્તિને આપેલી 65 લાખની ઓફર, જોબ લેટરની આટલામાં થઈ હરાજી

PC: image.cnbcfm.com

 Appleના કો-ફાઉન્ડર હોવા છતાં પણ સ્ટીવ જોબ્સને કંપનીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. કંપની શરૂ થયાના 11 વર્ષ પછી સ્ટીબ જોબ્સને બહારનો રસ્તો દેખાડમાં આવ્યો હતો. એપલમાંથી બહાર થયા પછી 1985માં સ્ટીવે એક કંપની બનાવી. જેનું નામ NeXT હતું. આ કંપનીને સ્ટીવે કોલેજ અને રીસર્ચર્સ માટે કમ્પ્યૂટર બનાવવા શરૂ કરી હતી.

ગયા વર્ષે આ કંપની ફરી ચર્ચાનો વિષય બની. કારણ હતું સ્ટીવ જોબ્સ દ્વારા કરવામાં આવેલ ઓફર લેટર હતું. સ્ટીવે 1989માં ડેવિડ નેગીને એક જોબ ઓફર કરી હતી. તે સમયે ડેવિડ એપલમાં પ્રોડક્ટ મેનેજરના રૂપમાં કામ કરી રહ્યો હતો. સ્ટીવે ડેવિડને 80 હજાર ડૉલરની જોબ ઓફર કરી હતી.

આ ઓફર લેટર હેઠળ ડેવિડને એડવાન્સમાં પગાર મળવાનો હતો. આ ઓફર લેટર સામાન્ય લેટર કરતા નોખો હતો. તેમણે 1993 સુધી એપલમાં કામ કર્યું હતું.

શા માટે ડેવિડે રિજેક્ટ કરી ઓફર

ડેવિડને આપવામાં આવેલી આ જોબ ઓફર RR ઓક્શનની વેબસાઈટ પર લિસ્ટ થયું છે. જોકે આ લેટરની હરાજી થઇ ચૂકી છે. ડેવિડે આની જાણકારી આપતા લખ્યું કે, આ નોકરી 3 કારણોને લીધે મેં જોઈન કરી નહોતી. મને નહોતુ લાગ્યું કે NeXT હાર્ડવેર સેલિંગમાં સફળ થશે અને સ્ટીવને હું સોફ્ટવેર પર ફોકસ કરવા માટે મનાવી શકું એમ નહોતો. મને એપલ કંપનીમાં મારી નોકરી પસંદ હતી. હું એવા ઘણાં લોકોને ઓળખતો હતો જે સ્ટીવ માટે કે તેની સાથે કામ કરતા હતા. માટે હું એવું કરવા માગતો નહોતો. આ જોબ લેટર RR ઓક્શન પર 27 હજાર ડૉલરમાં હરાજી થયો છે. મારી પાસે આવો જ વધુ એક લેટર છે.

વર્ષ 1997માં Appleએ NeXTને 42.9 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. જે પોતાના કમ્પ્યૂટર સોફ્ટવેર માટે ઓળખાતી હતી. તેની સાથે જ એપલે સ્ટીવ જોબ્સને ફરી એકવાર હાયર કરી લીધા. બ્યૂરો ઓફ લેબર સ્ટેટિક્સ પ્રમાણે, તે સમયની 80 હજાર ડૉલર વાળી સેલેરી અત્યાર સુધીમાં 1.8 લાખ ડૉલરે પહોંચી ગઇ હોત. પણ સ્ટીવ જોબ્સ સાથે કામ કરવું પણ લોકો માટે પડકાર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp