સુરતના નટુ કાકાની કમાલ, હોલિવુડની ટેક્નોલોજીને ટક્કર મારે તેવી બાઇક બનાવી, Video

PC: ndtv.in

ગુજરાતના સુરતમાં રહેતા 65 વર્ષના એક મિકેનિકે હોલીવુડ ફિલ્મોમાં જોવા મળતી અજીબોગરીબ બાઇક જેવી એક અનોખી બાઇક બનાવી છે. માત્ર 7 ચોપડી ભણેલા નટુ કાકા સોશયિલ મીડિયામાં તેમની આ બાઇકને કારણે ચર્ચામાં છે. તેમની આ બાઇકને લોકો ભારે પસંદ કરી રહ્યા છે. નવાઇની વાત એ છે કે આ અનોખી બાઇક બનાવવા માટે તેમણે કોઇ ટ્રેનિંગ લીધી નહોતી. તેમણે યુનિક ઇલેક્ટ્રીક બાઇક બનાવીને બધાને ચોંકાવી દીધા છે.

એમનું નામ નત્થુભાઇ પટેલ છે, પરંતુ લોકો તેમને નટુ કાકા કહીને સંબોધે છે. હોલીવુડમાં જોવા મળતી બાઇક તેમણે બનાવી છે અને આ બાઇક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ બાઇક માત્ર અનોખી જ છે એટલું નહીં, પરંતુ તેમાં અનેક ખાસિયતો પણ છે. નટુ કાકા જ્યારે આ બાઇકને લઇને સુરતના રસ્તાઓ પર નિકળે છે તો આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. મીડિયા સાથેની વાતચીતમાં નટુ કાકાએ ક્હયું કે, મિકેનિક હોવાને કારણે તેમને કઇંકને કઇંક નવું કરવાની ટેવ છે. તેમણે પોતે કોશિશ કરીને આ બાઇક બનાવી છે.

છેલ્લાં 40 વર્ષથી સુરતમાં મિકેનેક તરીકે કામ કરતા અને પોતાનું ગેરેજ ચલાવતા નટુકાકાએ આ પહેલા સાયકલ બનાવી હતી અને હવે તેમણે બેટરીથી ચાલતી બાઇક બનાવી છે. એક વાર ચાર્જ કરવાથી આ બાઇક 50 કિ.મી સુધી ચાલે છે. તેમણે આ બાઇકમાં લીથિયમ બેટરી લગાવેલી છે. બાઇકમાં બે પૈંડા છે એક નાનું અને એક મોટું. આ બાઇક અનોખી એટલા માટે છે કે તેની ઉપર બાઇકને કવર કરતા ગોળાકાર પાઇપ છે અને તે પણ બે રાઉન્ડમાં.

નત્થુભાઇ પટેલે કહ્યુ કે, આ બાઇકને તૈયાર કરવામાં તેમને મહિનાઓની મહેનત લાગી છે. તેમણે કહ્યુ કે ગેરેજમાં કામ કરતી વખતે જ્યારે ફુરસદનો સમય મળતો હતો ત્યારે બાઇક તૈયાર કરવામાં લાગી જતો હતો. તેમણે કહ્યું કે, આ બાઇક 80,000 રૂપિયામાં તૈયાર થઇ છે. આવા પ્રકારની બાઇકને તૈયાર કરવામાં સામાન્ય રીતે 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમણે કહ્યું કે, 4 મહિના લાગ્યા મને આ બાઇકને બનાવાવમાં. નટુ કાકા તેમની આ બાઇકને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. રસ્તા પરથી જ્યારે બાઇક લઇને નટુ કાકા પસાર થાય છે ત્યારે લોકો એનો વીડિયો બનાવે છે. બાઇકમાં લાગેલી બેટરીને ચાર્જ થવામાં એક કલાકનો સમય થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp