સુઝુકીએ એક સાથે 3 નવા સ્કૂટર લોન્ચ કર્યા, E20 ફ્યુઅલ એન્જિન સાથે મળશે ઘણું બધું!

PC: aajtak.in

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ સ્થાનિક બજારમાં તેના વાહન પોર્ટફોલિયોમાં નવું અપડેટ આપતાં તેના સ્કૂટરની શ્રેણીને નવા અવતારમાં લૉન્ચ કરી છે. કંપનીએ તેના એક્સેસ 125, એવેનિસ અને બર્ગમેન સ્ટ્રીટને નવા એન્જિન અપડેટ્સ સાથે રજૂ કર્યા છે. કંપનીનો દાવો છે કે આ નવા સ્કૂટર્સને E20 ફ્યુઅલ સ્ટાન્ડર્ડ્સ અનુસાર અપડેટ કરવામાં આવ્યા છે. સ્કૂટરની આ નવી રેન્જ રૂ.79,400 થી શરૂ થાય છે અને વિવિધ મોડલ માટે રૂ.97,000 (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

કંપનીએ તેના સ્કૂટરમાં એન્જિન સિવાય કોઈ મોટો ફેરફાર કર્યો નથી. સુઝુકીની નવી સ્કૂટર રેન્જમાં રજૂ કરાયેલા એન્જિન OBD2-A નોર્મ્સનું પાલન કરવા માટે કંપનીના લાઇનઅપમાં પ્રથમ મોડલ હશે. કંપનીનું કહેવું છે કે, ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ સિસ્ટમનું નવું વેરિઅન્ટ, જેને OBD2-A તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સિસ્ટમમાં કોઈપણ સમસ્યાને શોધવામાં વધુ ઉપયોગી સાબિત થશે અને વાહનના કન્સોલમાં આપવામાં આવેલી લાઇટ દ્વારા આ વિશે માહિતી મળશે.

સ્કૂટર વેરિઅન્ટ્સ અને નવી કિંમતો:- એક્સેસ-ડ્રમ બ્રેક-રૂ. 79,400, એક્સેસ-ડિસ્ક બ્રેક-રૂ. 83,100, એક્સેસ-સ્પેશિયલ એડિશન-રૂ. 84,800, એક્સેસ-રાઇડ કનેક્ટ એડિશન-રૂ. 89,500, એવેનિસ-રૂ. 92,000, એવેનિસ-રેસ એડિશન-92,300, બર્ગમેન સ્ટ્રીટ-રૂ. 93,000, બર્ગમેન સ્ટ્રીટ-રાઇડ કનેક્ટ એડિશન-રૂ. 97,000.

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) દેવાશિષ હાંડાએ જણાવ્યું હતું કે, 'સુઝુકીનું પાવરફુલ 125cc એન્જિન તેના ઉચ્ચ પ્રદર્શનને કારણે ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે આ એન્જિન E20 (20% ઇથેનોલ સાથે પેટ્રોલ)માં ઉપલબ્ધ છે. અને OBD2 ધોરણોનું પાલન કરે છે.' તેમણે ઉમેર્યું હતું કે, 'અમે અમારા સમગ્ર વાહન પોર્ટફોલિયોને E20 ઇંધણમાં ધીમે ધીમે પરિવર્તિત કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આ ગ્રીન મોબિલિટી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.'

આ અપડેટ સાથે, આ સ્કૂટર્સને નવા રંગોમાં રજૂ કરવામાં આવ્યા છે. સુઝુકી એવેનિસ હવે મેટાલિક સોનિક સિલ્વર/મેટાલિક ટ્રાઇટોન બ્લુમાં પણ ઉપલબ્ધ છે અને સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ પણ પર્લ મેટ શેડો ગ્રીનમાં રજૂ કરવામાં આવી છે. આ સ્કૂટરમાં વપરાયેલ 125cc એન્જિન 8.5 bhpનો પાવર અને 10 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ખૂબ જ ટૂંક સમયમાં કંપની તેની બાઇક રેન્જના એન્જિનને પણ નવા ધોરણો અનુસાર અપડેટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp