ટાટા કાલે કરશે ધમાકો! ડબલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે લાવી રહી છે CNG કાર

PC: cartoq.com

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ પોતાના CNG વ્હીકલ પોર્ટફોલિયોને વિસ્તાર આપવાની યોજના કરી રહી છે. કંપની કાલે એટલે કે 19 એપ્રિલ 2023ના રોજ ઘરેલુ બજારમાં પોતાની પ્રખ્યાત હેચબેક કાર અલ્ટ્રોઝના નવા CNG વેરિયન્ટને લોન્ચ કરવા જઈ રહી છે. આ વાતની જાણકારી કંપનીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આપી છે. કંપનીના નવા ટીઝરથી જાણકારી આપતા જણાવ્યું કે, કાલે અલ્ટ્રોઝ iCNGને લોન્ચ કરવામાં આવશે. ટાટા મોટર્સે ગત ઓટો એક્સપો દરમિયાન આ CNG કારને શોકેસ કરી હતી.

જ્યાં સુધી લુક અને ડિઝાઇનની વાત છે તો જે મોડલ કંપનીએ ઓટો એક્સપોમાં શોકેસ કર્યું હતું, એ ઘણી હદ સુધી રેગ્યુલર હેચબેક જેવું જ છે. તેના એક્સટિરિયરમાં iCNG બેજ સિવાય અન્ય ઘણા મોટા બદલાવ જોવા નહીં મળે. જો કે, તેના બુટમાં થોડું અંતર જરૂર દેખાશે કેમ કે તેના બુટમાં ડબલ સિલિન્ડર આપવામાં આવ્યા છે. 60 લીટરના મોટા સિલિન્ડરની જગ્યાએ તેમાં 30 લીટરની ક્ષમતાના 2 સિલિન્ડર આપવામાં આવ્યા છે. ટાટા અલ્ટ્રોઝ CNGની ખાસ વાત એ છે કે CNG કાર હોવા છતા તેમાં તમને બુટ સ્પેસ (ડીકી)થી કોઈ સમજૂતી નહીં કરવી પડે.

તેમાં અલ્ટ્રોઝ સિલિન્ડરને બુટ નીચ સ્થાપિત કરવામાં આવ્યા છે અને ઉપરથી એક મજબૂત ટ્રે આપવામાં આવી છે જે તેના બુટને ઉપર નીચે બે હિસ્સામાં વહેંચે છે. ટાટા મોટર્સનો દાવો છે કે, આ દેશની પહેલી CNG કાર છે જે ડબલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે આવી રહી છે. આ કારમાં 1.2 લીટર રેવો ટ્રૉન બાઈ ફ્યુલ એન્જિન આપવામાં આવશે. જે 77bhp અને 97nmનો પિક પાવર જનરેટ કરે છે. આ પ્રીમિયમ CNG હેચબેકમાં સિંગલ એડવાન્સ EUC અને ડાયરેક્ટ સ્ટેટ CNG જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

એ સિવાય કારમાં 7.0 ઈંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનામેન્ટ સિસ્ટમ આપવામાં આવશે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. કારમાં વોઇસ એક્ટિવેટડ સનરૂફ, 16 ઈંચનું અલોય વ્હીલ, સ્ટાર્ટ/સ્ટોપ બટન, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ અને પાછલી સીટ પર AC વેન્ટ્સ જેવા ફીચર્સ મળી શકે છે. જો કે, લોન્ચ અગાઉ ટાટા અલ્ટ્રોઝ CNGની કિંમત બાબતે કંઈ પણ કહેવું ઉતાવળભર્યું હશે, પરંતુ આ રેગ્યુલર પેટ્રોલથી લગભગ 80 હજારથી 1 લાખ રૂપિયા સુધી મોંઘી હોય શકે છે.

જ્યાં સુધી માઈલેજનો સવાલ છે તો સંભવ છે કે હાલના ટિયાગો CNGની જેમ જ લગભગ 26.49 કિમી/કિગ્રા સુધી એવરેજ આપે. બજારમાં આવ્યા બાદ આ કાર મુખ્ય રૂપે મારુતિ બલેનો CNGને ટક્કર આપશે. ટાટા અલ્ટ્રોઝ હાલના સમયમાં બજારમાં ઉપલબ્ધ સૌથી સુરક્ષિત હેચબેક કાર છે. જો કે, તેનું CNG મોડલ અત્યારે બજારમાં આવી રહ્યું છે અને અત્યારે તેની સેફ્ટિ ટેસ્ટિંગ કરવામાં આવી નથી, પરંતુ તેના રેગ્યુલર ICE એન્જિન મોડલને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટિંગમાં 5 સ્ટાર રેટિંગ મળી છે. સેફ્ટિના હિસાબે ટાટા મોટર્સ તેના CNG મોડલમાં પણ બધા જરૂરી ફિચર્સને સામેલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp