લોન્ચ અગાઉ ટાટા કર્વ બાબતે ગ્રાહક પૂછી રહ્યા છે સૌથી વધુ આ સવાલ, જાણી લો જવાબ

ટાટા મોટર્સ જલદી જ કર્વ સાથે પેક્ટ મિડ સાઇઝ SUV સેગમેન્ટમાં એન્ટ્રી કરવા જઇ રહી છે અને લોન્ચ અગાઉ ટાટાએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેના ફૂલ ઇલેક્ટ્રિક વ્હીકલ એડિશનલને સૌથી પહેલા 7 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેના ઇન્ટરનલ કમ્બશન એન્જિન મોડલને લોન્ચ કરવામાં આવશે. ટાટા કર્વને લઇને ગ્રાહકો વચ્ચે ખૂબ ઉત્સુકતા છે અને તમામ સવાલ ગ્રાહકો તરફથી આવી રહ્યા છે આ આર્ટિકલમાં તમે જાણી લો અપકમિંગ ટાટા કર્વ બાબતે સૌથી વધુ પૂછાતા 5 સવાલો અને જવાબ બાબતે.

શું તેમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ છે?

ટાટા મોટર્સે પુષ્ટિ કરી છે કે નવી કૂપ SUVમાં ડીઝલ પાવરટ્રેન મળશે. તેમાં નેક્સનનું અજમાવેલું 1.5 લીટર 4 સિલિન્ડર એન્જિન હશે, જે 113Bhp અને 260Nmનો ટોર્ક આપશે. તેને 6 સ્પીડ મેન્યૂઅલ કે 6 સ્પીડ AMT સાથે જોડવામાં આવશે.

શું SUVમાં નવું ટર્બો એન્જિન મળશે?

ટાટા મોટર્સે 2022 ઓટો એક્સપોમાં 2 નવા ટર્બો પાવરટ્રેન પ્રદર્શિત કર્યા અને 1.2 લીટર મોડલ કર્વ સાથે વૈશ્વિક સ્તર પર પોતાની શરૂઆત કરી રહી છે. ભારતીય ઑટોમોટિવ કંપની દ્વારા શેર કરવામાં આવેલા વિનિર્દેશોના આધાર પર તેનું આઉટપુટ 123Bhp અને 225Nmનો ટોર્ક હશે. આ નેક્સનથી 2 ટ્રાન્સમિશન ઉધાર લેશે, 6 સ્પીડ મેન્યૂઅલ અને 7 સ્પીડ ડબલ ક્લચ ઓટોમેટિક.

કોણ છે રાઇવલ?

કર્વને સબકોમ્પેક્ટ SUV, નેક્સાન અને ફૂલ સાઇઝ SUV, હેરિયર વચ્ચે રાખવામાં આવશે. આ સેગમેન્ટ લીડર, હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સેલ્ટોસ, મારુતિ સુઝુકી ગ્રેન્ડ વિટારા, સ્કોડા કુશાક, વોક્સવેગન ટાઇગુન, હોન્ડા એલિવેટ, MG એસ્ટોર અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર સાથે મુકાબલો કરશે.

શું ફીચર્સ એક્સપેકટેડ છે?

કર્વમાં હેરિયર અને સફારીથી વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે વિશાળ 12.3 ઇંચ ઇન્ફોટેનમેન્ટ જેવી ઘણી સુવિધાઓ ઉધાર લેવામાં આવી છે. તેમાં પેનોરમિક સનરૂફ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો, વાયરલેસ ફોન ચાર્જર, પ્રીમિયમ મ્યૂઝિક સિસ્ટમ, 10.25 ઈંચનું ડ્રાઇવર ડિજિટલ કન્સોલ પર નેવિગેશન ડિસ્પ્લે અને સેન્ટર કન્સોલ પર ક્લાઇમેટ કંટ્રોલ સહિત ટચ બટન પણ મળશે. આ એ સેગમેન્ટની પહેલી SUV હશે. જેમાં જેસ્ચર કંટ્રોલ સાથે ઇલેક્ટ્રિકલી પાવર્ડ ટેલગેટ આપવામાં આવશે.

શું તેમાં ADAS મળશે?

ટાટા મોટર્સ કોઇ પણ વાહનની જેમ સુરક્ષા સર્વોપરિ છે અને કર્વના ટોપ વેરિયન્ટમાં લેવલ 2 ADAS સૂટ હશે. તેમાં અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, ફ્રન્ટ અને રિયર કોલિજન વોર્નિંગ, લેન ડિપાર્ચર, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન અને ઘણું બધુ સામેલ હશે. તેમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી, માનકના રૂપમાં 6 એરબેગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ વગેરે પણ હશે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.