Tataએ ઓટો એક્સ્પો 2023માં જાહેર કરી વધુ એક કાર, જાણો ફીચર્સ અને કિંમત

PC: cartoq.com

Tata Motosએ ઓટો એક્સ્પો 2023માં પોતાની પ્રીમિયમ હેચબેક Altrozનું Racer મોડલ જાહેર કર્યું છે. હવે ખબર છે કે તેને ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ પોતાના સેગમેન્ટની પહેલી એવી કાર હશે, જે ઘણા ફીચર્સથી લેસ છે. તેમાં નવા એન્જિન સહિત ઘણા એડવાન્સ ફીચર્સ મળશે. Altroz Racerમાં ઘણા કોસ્મેટિક અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં બ્લેક એલોય વ્હીલ, રૂફ અને હૂડ પર કોન્ટ્રાસ્ટિંગ વ્હાઈટ સ્ટ્રીપ, ડ્યુઅલ-ટોન એક્સટીરિયર અને રેડ હાઈલાઈટ્સની સાથે ઓલ બ્લેક કેબિન થીમ સામેલ છે.

Tataએ તેમાં સ્પોર્ટી ટચની સાથે નવી એપહોલસ્ટ્રી અને હેડરેસ્ટ પર રેસર બેઝિંગ પણ આપ્યું છે. Tataએ Altroz Racerમાં ઘણા નવા ફીચર સામેલ કર્યા છે. જેમ કે હેડઅપ 10.25 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રનટ સીટ, વોઈસ અનેબલ સનરૂફ અને 7 ઈંચ ડિજીટલ ડ્રાઈવર ડિસપ્લે જેવા ફીચર સામેલ છે. આ હેચબેક કારમાં વાયરલેસ ફોન ચાર્જર, લેધર સીટ, પ્રોજેક્ટર હેડલાઈટ્સ અને સેફ્ટી માટે 6 એરબેગ્સ પણ મળશે.

કારની અંદર બ્લેક-રેડ થીમવાળું ઈન્ટીરિયર આપ્યું છે. આ જોવામાં એટલું શાનદાર છે કે તેની પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ થઈ જશે. કારના ઘણા એલિમેન્ટ પર રેડ કલરની બોર્ડર દેખાય છે. Tataએ Altroz Racerરમાં દમદાર એન્જિન આપ્યું છે. તેમાં Tata Nexonવાળું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 120 Psનો પાવર અને 170 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનની સાથે તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. જ્યારે રેગ્યુલર Altrozની વાત કરીએ તો તેમાં 110 Ps પાવર અને 140 Nmનો ટોર્કવાળું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન એન્જિન આપ્યું છે, જે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

તેમાં બ્લેકાઉટ સનરૂફ અને એક જેટ બ્લેક બોનેટ આપ્યું છે. તેમાં બે સફેદ રેસિંગ સ્ટ્રાઈપ્સ અને ફ્રન્ટ ફેન્ડર પર રેસર બેઝ મળે છે. Racerમાં શાર્ક ફિન એન્ટીના અને રિયર સ્પોઈલર પણ મળે છે. તેમાં વોઈસ આસિસ્ટની સાથે ઈલેક્ટ્રીકલી એડજસ્ટેબલ સનરૂફ પણ મળે છે. તેની સાથે તેમાં 6 એરબેગ્સ, 5 સ્ટાર ક્રેશ સેફ્ટી, દમદાર એન્જિન, મોટું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ જેવા ફીચર્સવાળી પોતાના સેગમેન્ટની પહેલી કાર છે. માનવામાં આવી રહ્યું છે કે તેની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp