ટાટા મોટર્સે ઝટકો આપ્યો, 1લી ફેબ્રુઆરીથી કાર મોંઘી થશે, જાણો કેટલી કિંમત વધી

PC: auto.hindustantimes.com

દેશની પ્રમુખ કાર મેન્યુફેક્ચરર કંપની ટાટા મોટર્સ ઝડપથી પોતાના વ્હીકલ લાઇઅપને અપડેટ કરવામાં લાગી ગઇ છે. હાલમાં જ કંપનીએ ઘરેલુ બજારમાં પોતાના કેટલાક મોડલ રજૂ કર્યા છે. પણ ટાટા મોટર્સની કાર ખરીદવા જઇ રહેલા લોકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. જો તમે પણ ટાટા સફારીથી લઇને નેક્ઝોન કે ટિયાગો જેવી પેટ્રોલ કાર ખરીદવા માટે વિચાર કરી રહ્યો છો તો આ ખબર તમારા માટે અત્યંત જરૂરી છે. ટાટા મોટર્સે આજે પોતાના પેસેન્જર વ્હીકલ્સ લાઇઅપમાં દરેક વાહનોની કિંમતમાં વધારો કરવાની ઘોષણા કરી છે.

કંપની દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ટાટા મોટર્સ પોતાની દરેક પેટ્રોલ અને ડીઝલ કારની કિંમતમાં વધારો કરી રહી છે. આ નવી કિંમત આગામી 1લી ફેબ્રુઆરી, 2023થી લાગૂ થશે. કંપનીનું કહેવું છે કે, રેગ્યુલેટરી ફેરફાર અને ઇનપુટ પડતરમાં વધારાના કારણે વાહનોની કિંમતમાં વધારો થવા જઇ રહ્યો છે. જોકે, કંપનીએ એ નથી કહ્યું કે, કયા મોડલની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે.

ટાટા મોટર્સનું કહેવું છે કે, વાહનોની કિંમતમાં લગભગ 1.2 ટકા જેટલો વધારો કરવામાં આવશે, જે અલગ અલગ મોડલ્સ અને વેરિયેન્ટ્સ માટે અલગ હશે. ટાટા મોટર્સ ઝડપથી પેસેન્જર કાર સેગમેન્ટમાં પોતાની હિસ્સેદારી વધારી રહી છે. ગયા ડસેમ્બર મહિનામાં કંપનીની લોકપ્રિય કાર ટાટા નેક્ઝોન દેશની ચૌથી સૌથી વધારે વેચાતી કાર બની ગઇ હતી, આ દરમિયાન કંપનીએ આ કારના કુલ 12053 યુનિટ્સ વેચ્યા હતા. કંપનીએ ડિસેમ્બર 2022માં 72997 યુનિટ્સ સાથે કુલ ઘરેલુ વેચાણમાં 10 ટકાનો વધારો નોંધ્યો છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં 66307 યુનિટ્સ હતું.

ગ્રેટર નોઇડામાં આયોજિત આ વખતે ઓટો એક્સપોમાં ટાટા મોટર્સની જોરદાર ધૂમ રહી છે. આ દરમિયાન કંપનીએ પોતાની કેટલીક કોન્સેપ્ટ કાર્સ પણ રજૂ કરી છે. જેમાં અવિન્યા, કર્વ, હેરિયર ઇલેક્ટ્રિક, સિએરા કોન્સેપ્ટ, પંચ CNG, એલ્ટ્રોઝ CNG વગેરે પ્રમુખ રજૂઆત રહી હતી. કંપની હેરિયર ઇલેક્ટ્રિકને લઇને સજાગ નજરે પડી રહી છે, જલ્દીથી જ આ ઇલેક્ટ્રિક કારને મજબૂત પાવરટ્રેન અને દમદાર બેટરી પેક સાથે રજૂ કરવામાં આવશે. તે સિવાય કંપનીએ ડ્યુલ સિલિન્ડર ટેકનીક વાળી CNG કાર્સને પણ લોન્ચ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp