ટાટાએ મચાવ્યો હંગામો, એક સાથે 5 કાર કરી લૉન્ચ, CNGથી ઈલેક્ટ્રિક સુધી સામેલ

PC: navbharattimes.indiatimes.com

ઓટો એક્સ્પોસ 2023ના પહેલા દિવસે મારુતિથી લઈને હ્યુન્ડાઈએ મોટું લોન્ચ કર્યું છે. પરંતુ સૌથી મોટો ધમાકો ટાટા મોટર્સે કર્યો છે. જ્યાં મારુતિએ તેની પહેલી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી તો હ્યુન્ડાઇએ તેની Ioniq 5 ઇલેક્ટ્રિક કારને લૉન્ચ કરી છે. જ્યારે, ટાટા મોટર્સે એક સાથે 5 ગાડીઓને લૉન્ચ કરી દીધી છે. ખાસ વાત એ છે કે, આમાં ઈલેક્ટ્રિકથી લઈને પેટ્રોલ અને CNG કાર પણ સામેલ છે. ચાલો જાણીએ વધુ વિગતો.

ટાટા હેરિયર EV (Tata Harrier EV)

કંપનીએ નેક્સોન પછી તેની હેરિયર SUVને પણ ઇલેક્ટ્રિક અવતારમાં લૉન્ચ કરી દીધી છે. તે જોવામાં ઘણી હદ સુધી ICE એન્જિન વાળી હેરિયર જેવી છે. પરંતુ તેમાં સ્પષ્ટ રેખાઓ અને બંધ ગ્રિલની સાથે ફ્યૂચરિસ્ટિક લુક જોવા મળે છે. આગળના ભાગમાં નવા સ્પ્લિટ હેડલેમ્પ સેટ-અપ મળે છે. સાઇડ પ્રોફાઇલ બિલકુલ હેરિયર જેવું દેખાય છે, જ્યારે ટેલલેમ્પમાં કેટલાક અપડેટ્સ અને ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

તે એક AWD વાહન હશે, જે ડ્યુઅલ-મોટર સેટઅપની સાથે આવી શકે છે. તે Gen 2 EV આર્કિટેક્ચર પર આધારિત છે, જે Gen 1 વર્ઝનની તુલનામાં એક વધુ સારી રેન્જ અને વધુ પાવર ઓફર કરશે.

ટાટા સિએરા EV (Tata Sierra EV)

ટાટા મોટર્સે સિએરા EVને પણ લૉન્ચ કરી છે, જેની કોઈને આશા નહીં હતી. તેને 2020મા પણ બતાવવામાં આવી હતી, પરંતુ હાલનુ મોડલ પ્રોડક્શનથી વધુ નજીક દેખાઈ રહ્યું છે. Sierra EVને અપડેટ કરવામાં આવી છે અને Tata Motors દ્વારા લૉન્ચ કરાયેલા કોન્સેપ્ટથી એકદમ અલગ દેખાય છે. તેને 5 દરવાજાના લેઆઉટમાં લાવવામાં આવી છે. Sierra EVમાં સંપૂર્ણપણે બંધ ગ્રિલ અને મોટું બમ્પર છે. બંને હેડલેમ્પ ક્રોમ સ્ટ્રાઇપથી જોડાયેલા છે. Sierra EVમાં C અને D પિલર બ્લેક આઉટ અને રિયરમાં એક મોટું ગ્લાસહાઉસ છે.

ટાટા કર્વ્વ (Tata Curvv)

ટાટા કર્વ્વને (Tata Curvv) કંપની પહેલા ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ તરીકે લાવી હતી. હવે કંપનીએ તેને ટર્બો-પેટ્રોલ પાવર ટ્રેન સાથે લાવવાની જાહેરાત કરી છે. તેને 2024મા ભારતીય બજારમાં વેચાણ માટે લાવવામાં આવશે. આ એક પ્રકારની પહેલી SUV-કૂપ છે. જે કંપનીના ફ્યૂચરિસ્ટિક ડિઝાઇનને બતાવે છે. તેમાં એક નવી દેખાતી ગ્રિલ, સ્લોપિંગ સ્ટાઇલવાળા બુટ અને ચોરસ વ્હીલ કમાન છે. તેની શૉલ્ડર લાઇન ખૂબ જ મજબૂત અને મોટી બૉડી ક્લેડીંગ છે. અંદરની તરફ, તેમાં એક લેયર્ડ ડેશબોર્ડ, મલ્ટીપલ સ્ક્રીન અને શાર્પ ડિઝાઇન એલિમેન્ટ્સ છે.

ટાટા અવિન્યા (Tata Avinya)

ટાટાએ 2023 ઑટો એક્સ્પોમાં તમામ નવા અવિન્યા કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું છે. તે Gen3 પ્લેટફોર્મ પર આધારિત છે. તે તેના બોર્ન ઇલેક્ટ્રિક પ્લેટફોર્મની સાથે ઓછામાં ઓછી 500 કિમીની રેન્જ લૉન્ચ કરશે. ટાટાએ પુષ્ટિ કરી છે કે, આ કારને 2025મા લૉન્ચ કરવામાં આવશે. જો કે, વાહન પર કોઈ બીજું વિવરણ શેર નથી કરવામાં આવ્યું.

Punch-Altroz CNG (પંચ-અલ્ટ્રોઝ CNG)

ટાટા મોટર્સે તેના બે લોકપ્રિય મોડલ - અલ્ટ્રોઝ હેચબેક અને પંચ મીની SUVના CNG વર્ઝન પણ લૉન્ચ કર્યા. કંપનીએ હજી સુધી ટાટા અલ્ટ્રોઝ CNG અને પંચ CNGના લોન્ચની જાણકારીનો ખુલાસો નથી કર્યો. Tata Ultroz CNGને 1.2L ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની સાથે લાવવામાં આવે. જ્યારે પંચ CNGમાં 1.2L 3-સિલિન્ડર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp