ટાટા મોટર્સ કરવા જઈ રહી છે આ મોટી કંપનીને એક્વાયર, તારીખ પર લાગી મહોર

PC: cnbctv18.com

ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અથવા TPEML ને આપણે દેશની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરર કંપની પણ કહી શકીએ છીએ. ટાટા મોટર્સની સબસીડરી TPEML એ તેનું પ્રોડક્શન વધારવા માટે ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ, ગુજરાત પ્લાન્ટને એક્વાયર કર્યો છે. આ ડીલનો પાયો તો 7 ઓગસ્ટ, 2022ના રોજ નખાયો હતો.

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની પ્રેસ કોન્ફરન્સ અનુસાર, TPEML ના માત્ર સાણંદ પ્લાન્ટને એક્વાયર કરશે, પરંતુ ત્યાંના ઈક્વિપ્મન્ટ્સ, મશીનરી અને સ્ટાફને પણ તેની કંપનીમાં સમાવેશ કરી લેશે. આ સમગ્ર ટ્રેન્સૈક્શન 10 જાન્યુઆરી, 2023 ના રોજ પૂર્ણ થશે અને આ દિવસથી, સાણંદ ગુજરાતમાં ફોર્ડ ઇન્ડિયાનો પ્રખ્યાત પ્લાન્ટ હવે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનો થઈ જશે.

અખબારી યાદી અનુસાર, આ સમગ્ર ડીલ 725 કરોડ 70 લાખ રૂપિયામાં કરવામાં આવી છે. આમાં ટેક્સ સામેલ નથી. તેની શરતો અનુસાર, સાણંદ પ્લાન્ટની સમગ્ર જમીન અને ઇમારતો હવે ટાટાની માલિકીની રહેશે અને તમામ મશીનરી અને સ્ટાફ સાથે વાહન ઉત્પાદન પ્લાન્ટ પણ ટાટાની માલિકીનો રહેશે. દરેક સ્ટાફને હવે TPEML સાથે નવો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. આ સમગ્ર ટ્રેન્સૈક્શનમાં વર્તમાન સરકારની મંજૂરીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ એક પ્લાન્ટને એક્વાયર કરીને, હવે ટાટા મોટર્સ એક વર્ષમાં 3 લાખથી 4 લાખ 20 હજાર એક્સ્ટ્રા ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું મેન્યુફેક્ચરિંગ કરી શકશે. સાણંદ પ્લાન્ટથી 15 કિમી દૂર છરોડી ખાતે પહેલેથી જ ટાટા મોટર્સ પાસે એક પ્લાન્ટ છે. આ પ્લાન્ટ ટાટા મોટર્સ નેનો પ્લાન્ટ્સ તરીકે ઓળખાય છે. અમદાવાદ જિલ્લામાં બનેલો આ પ્લાન્ટ બંગાળને બદલે ગુજરાતમાં 2008માં શરૂ થયો હતો.

હાલમાં, Tataની Tigor EV અને Nexon EV પ્રાઇમ પહેલેથી જ ઇલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં તેમની ધાક જમાવી ચૂકી છે. જ્યાં Tigor EV 12 લાખ 49 હજારથી શરૂ થાય છે. જ્યારે Nexon EV પ્રાઇમ 14 લાખ 99 હજારથી શરૂ થાય છે. બંને વાહનોની બેટરી અને મોટર પર 8 વર્ષની વોરંટી છે અને ટાટા દાવો કરે છે કે બંને વાહનો સિંગલ ચાર્જ પર 300 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે. એવી આશા રાખી શકાય છે કે આગામી સમયમાં ઈલેક્ટ્રિક કારની વધતી માંગ અને ટાટાના વધતા ઉત્પાદનને કારણે ઈલેક્ટ્રિક કારના ભાવમાં ઘટાડો થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp