Tataની આ SUV હશે વધારે પાવરફુલ, મળશે વધારે દમદાર એન્જિન, જાણો સ્પેસિફિકેશન

Tata Motorsએ ગ્રેટર નોઈડામાં 2023 ઓટો એક્સ્પોમાં ઘણા નવા મોડલ જાહેર કર્યા છે. આ સિવાય Tataએ બે નવા ડાયરેક્ટ ઈન્જેકશન પેટ્રોલ એન્જિનને જાહેર કર્યા છે. તેમાં 1.2 લિટર DI ટર્બો અને 1.5 લિટર DI ટર્બો ગેસોલીન યુનિટ જોવા મળે છે. અપકમિંગ કર્વમાં આગામી વર્ષની શરૂઆતમાં 1.2 લિટર TGDI પેટ્રોલ એન્જિન જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે Curvv અને Sierraને હાલમાં જ જાહેર કરી હતી.

નેક્સ્ટ જનરેશનની નવી SUVમાં સૌથી પાવરટ્રેન જોવા મળે છે. તેમાં હાજર યુનિટ્સની તુલનામાં ઘણું સારું પ્રદર્શન અને ફ્યુલ ઈકોનોમીની સાથે સારી સેફ્ટી જોવા મળે છે. એલ્યુમિનિયમથી બનેલા એન્જિનમાં ડ્યુઅલ કેમ ફેઝિંગ, સિલિન્ડર હેડમાં ઈન્ટીગ્રેટેડ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને એક વેરિએબલ ઓઈલ પંપ જોવા મળે છે.

કર્વ-બાઉન્ડ 1.2 લિટર ડાયરેક્ટ ઈન્જેક્શન ટર્બોચાર્જ્ડ થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન 5000 rpm પર 125 hp અને 1700 અને 3500 rpmની વચ્ચે 225 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. આ Naxonમાં મળનારા હાલના ટર્બો 1.2થી થોડું વધારે પાવરફુલ હશે. તેના એન્જિનને ફ્યુચરમાં Safari અને Harrierની જેમ અપગ્રેડ કરવામાં આવશે. શુક્રવારે ફરીથી Tata Companyએ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. Tataએ કહ્યું છે કે 1 ફેબ્રુઆરીથી પોતાના પેસેન્જર વેહીકલ્સની કિંમતમાં આશરે 1.2 ટકાનો વધારો કર્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા 1 જાન્યુઆરીના રોજ કંપનીએ કિંમતમાં વધારો થયો હતો. Tata Motors દેશમાં ઘણી કાર મોડલો વેચે છે. જેમાં Tiago, Punchથી લઈને Safari અને Harriersહેરિયર જેવી SUV સામેલ છે. Tata Motorsએ કિંમતના વધારા માટે વધતી ઈનપુટ ખર્ચાને જવાબદાર ઠેરવ્યો છે. ભારતીય માર્કેટમાં કાર નિર્માતા કંપનીTata SUV બોડી સ્ટાઈલની સાથે સાથે બેટરીથી ચાલનારી ટેકનીક પર પણ મોટો દાવ લગાવી રહી છે.

ઓટો એક્સ્પોમાં Tataએ પોતાની નવી ઘણી કારને જાહેર કરી છે. SV Cierraનું EV વર્ઝન 2025 સુધીમાં ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દવામાં આવશે. Cierra EVમાં Nexon EV Maxથી મોટી બેટરી પેક મળશે. આ 40.5 kwhના બેટરી પેક સાથે ARAI સર્ટિફાઈડ 437 કિમીની રેન્જ આપશે. Sierra EV સિવાય નોર્મલ ફ્યુલ મોડલમાં પણ આવશે.  

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.