ટાટાની કંપની Stryderએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક સાઇકલ, 10 પૈસા પ્રતિ કિમી ખર્ચ અને..

ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની સ્ટ્રાઇડર (Stryder)એ ઘરેલુ બજારમાં ઇલેક્ટ્રિક સાઇકલ Zeeta Plus લોન્ચ કરી છે. આકર્ષક લુક અને પાવરફૂલ બેટરી પેકથી લેસ આ ઇલેક્ટ્રિક સાઇકલની શરૂઆતી કિંમત 26,995 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, ઓછા અંતર માટે ડેઇલી ડ્રાઈવ તરીકે આ સાઈકલનો ઉપયોગ ખૂબ જ સસ્તો છે. હાલમાં કંપનીએ તેને ઈન્ડોક્ટ્રી પ્રાઇઝ સાથે લોન્ચ કરી છે જે સીમિત સમય માટે નક્કી કરવામાં આવી છે, આગળ જઈને તેની કિંમત લગભગ 6 હજાર રૂપિયા હજુ વધી જશે.
તેને વિશેષ રૂપે Stryderની સત્તાવાર વેબસાઇટ પરથી વેચવામાં આવી રહી છે. નવા લોન્ચ બાબતે વાત કરતા Stryderના બિઝનેસ હેડ રાહુલ ગુપ્તાએ કહ્યું કે, ‘સાઇકલિંગ ઉદ્યોગમાં એક અગ્રણી ખેલાડીના રૂપમાં આમારો પ્રયાસ દેશના વૈકલ્પિક મોબિલિટીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે.’ આ ઇલેક્ટ્રિક સાઈકલને ઉચ્ચ ક્ષમતવાળી 36 વૉલ્ટ/6Ah બેટરી પેક આપવામાં આવ્યું છે, જેની બાબતે દાવો કરવામાં આવ્યો છે કે તે 216 Whનો પાવર જનરેટ કરે છે. બ્રાન્ડનો દાવો છે કે, આ સાઇકલ દરેક પ્રકારના રોડ કન્ડિશનમાં આરામદાયક સફર પ્રદાન કરે છે.
Stryder Zeeta Plusમાં પોતાની પૂર્વવર્તી Zeeta ઇ-બાઇકની તુલનામાં મોટું બેટરી પેક આપવામાં આવ્યું છે. પૈંડલ વિના તેની મહત્તમ ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક છે, સિંગલ ચાર્જમાં આ ઇલેક્ટ્રિક સાઇકલ પૈન્ડલ આસિસ્ટ સાથે લગભગ 30 કિલોમીટર સુધી રેન્જ આપે છે. તેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં માત્ર 3-4 કલાકનો સમય લાગે છે. Stryder Zeeta Plus એક સ્ટીલ હાર્ડટેલ ફ્રેમ પર બનાવવામાં આવી છે જે સ્મૂથ અને આધુનિક ડિઝાઇન સાથે આવે છે.
આ પાવરફૂલ ઓટો કટ બ્રેકથી લેસ છે અને બંને તરફ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સાઇકલની બેટરીને ચાર્જ કરવામાં જે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યૂમર હશે તેના આધાર પર તેની રનિંગ કોસ્ટ માત્ર 10 પૈસા પ્રતિ કિલોમીટર છે. 250Wની ક્ષમ્યતાવાળા BLDC ઇલેક્ટ્રિક મોટરથી લેસ આ સાઇકલમાં સ્ટીલનું બનેલું MTB ટાઇપ ઓવરસાઇઝ્ડ હેન્ડલબાર અને SOC ડિસ્પ્લે પણ મળે છે. તેના ડિસ્પ્લે પર બેટરી રેન્જ, ટાઇમ વગેરે ઘણી જાણકારી દેખાડવામાં આવે છે.
કંપની Stryder Zeeta Plus ઇલેક્ટ્રિક સાઇકલના બેટરી પેક અને મોટર પર 2 વર્ષ અને ફ્રેમ પર લાઈફટાઈમ વૉરંટી આપી રહી છે. આ સાઇકલ 5 ફૂટ 4 ઈંચથી લઈને 6 ઇંચ સુધીના હાઇટવાળા માટે સારી છે. તેની પેલોડ ક્ષમતા લગભગ 100 કિલોગ્રામ છે. તેમાં વોટર રેજિસ્ટેન્ટ (IP67) બેટરી આપવામાં આવે છે. Stryderના પોર્ટફોલિયોમાં ઘણા અન્ય અલગ અલગ પ્રાઇઝ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સાઇકલ ઉપલબ્ધ છે, જેનું વેચાણ દેશના 4,000 કરતા વધુ રિટેલ સ્ટોરથી કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp