ટેસ્લાની સસ્તી કાર ગુજરાતમાં બનશે, PM મોદીની USમાં મસ્ક સાથે મુલાકાત પછી...
દુનિયાના સૌથી ધનિક ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક ટેસ્લા ભારતમા આવે તેવા ઘણા વર્ષોથી પ્રયાસ કરતા હતા, પરંતુ સરકાર અને ટેસ્લા વચ્ચે કેટલાંક મુદ્દાઓ પર મડાગાંઠ રહેતી હતી. એટલે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનતી નહોતી. પરંતુ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે એલન મસ્ક સાથે મુલાકાત થઇ હતી. તે વખતે મસ્કે કહ્યુ હતું કે, ટુંક સમયમા ટેસ્લા ભારત આવશે. હું 2024માં ભારત આવીશ. હવે લાગી રહ્યું છે કે PM મોદોની મુલાકાત પછી ટેસ્લાની એન્ટ્રી ભારતમાં ઝડપથી થાય તેવું લાગી રહ્યું છે.
ટેસ્લા ભારતીય બજારની સાથે સાથે નિકાસ માટે નવી કાર પર કામ કરવાની યોજના બનાવી રહી છે. આ કારની કિંમત રૂ. 20 લાખ (24,000 ડોલર) હોવાની શક્યતા છે. રોઇટર્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લાના પ્રતિનિધિઓ આ મહિને ભારતના કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલને મળશે અને બજેટ-ફ્રેંડલી ઇલેક્ટ્રીક વ્હીક્લ ( EV)નું ઉત્પાદન કરવા ભારતમાં ફેક્ટરી સ્થાપવા અંગે ચર્ચા કરશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા ભારતમાં સ્થાનિક ઉત્પાદન આધાર સ્થાપવા માંગે છે. પ્રસ્તાવિત ફેક્ટરી માત્ર ભારતીય બજારમાં પોસાય તેવી EVની માંગને જ નહીં પૂરી કરશે, પરંતુ તે નિકાસ હબ તરીકે પણ કામ કરશે. ટેસ્લાની 20 લાખ રૂપિયાની કાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અત્યારે ટેસ્લાની સૌથી સસ્તી કાર મોડલ 3 સેડાન છે. તેની કિંમત 32,200 ડોલર (રૂ. 26.32 લાખ) છે.
બિઝનેસ ટુડેના એક રિપોર્ટ મજુબ ટેસ્લા દક્ષિણ ભારત અને ગુજરાતમાં તેની ગીગા ફેકટરી ઉભી કરી શકે છે. આ અત્યાધુનિક ફેકટરીમાં દર વર્ષે લગભગ 5 લાખ વાહનો ઉત્પાદન કરવાની ક્ષમતા હશે. વાહન મેન્યુફેકચરીંગ ઉપરાંત ટેસ્લાનો ટાર્ગેટ આખા દેશમાં એક ચાર્જિગ ઇન્ફ્રાસ્ટ્રચર સ્થાપિત કરવાનો પણ છે. તો બીજી તરફ એલન મસ્ક 2024માં ભારત આવવાના છે.
ગયા મહિને ટેસ્લા કંપનીના CEO અને દુનિનાયા સૌથી ધનિક વ્યકિત એલન મસ્કે ન્યુયોર્કમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદી સાથે મુલાકાત પછી જ્યારે પત્રકારોએ મસ્કને ટેસ્લાના ભારત આવવાની ટાઇમ લાઇન વિશે પુછ્યું ત્યારે મસ્કે કહ્યું હુતં કે મને વિશ્વાસ છે કે ટેસ્લાં ટુંક સમયમાં ભારતમાં હશે.
હાલમાં ચાર ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બજારમાં વેચાઈ રહી છે. તેમાં મોડલ એસ, મોડલ 3, મોડલ X અને મોડલ Yનો સમાવેશ થાય છે. મોડલ 3 સૌથી સસ્તી કાર છે. USમાં તેની કિંમત 32,200 ડોલર (રૂ. 26.32 લાખ) છે. આ કાર સિંગલ ફુલ ચાર્જ પર 535 કિમી ચાલે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp