થાર-જિમ્ની ભૂલી જશો! ટાટાની આ કારમાં 9 લોકો બેસી શકશે, અનેક શાનદાર ફીચર્સ

PC: tatamotors.com

મહિન્દ્રા થાર અને મારુતિ જિમ્નીને દેશમાં ભારે ફેન ફોલોઈંગ મળી રહ્યું છે. આ બંને વાહનો ઑફરોડિંગ માટે મજબૂત માનવામાં આવે છે. તાજેતરમાં લૉન્ચ થયેલી મારુતિ જિમ્ની અત્યાર સુધીમાં 15,000થી વધુ બુકિંગ મેળવી ચુકી છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ટાટા મોટર્સ પાસે પણ આવી એક પાવરફુલ કાર છે, જે 4X4 ફીચર સાથે આવે છે. અહીં એક ખાસ વાત એ છે કે, આ વાહનમાં એકસાથે 9 લોકો મુસાફરી કરી શકે છે.

વાસ્તવમાં, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનો સિવાય, ટાટા મોટર્સ સંરક્ષણ માટે કેટલાક વાહનોનું ઉત્પાદન પણ કરે છે. તેમાં બખ્તરબંધ વાહનો, ખાણથી સુરક્ષિત વાહનો, પીકઅપ ટ્રક, લોજિસ્ટિક લશ્કરી વાહનો, લડાયક વાહનોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે માત્ર ભારતીય સેના જ નહીં, ટાટા મોટર્સને વિદેશથી પણ આના ઓર્ડર મળે છે. આ વાહનોમાંથી એક Xenon DC 4X4 છે. તે સંરક્ષણ માટે એક ટ્રુપ કેરિયર (સૈનિક વાહક) છે.

તે હાર્ડ ટોપ અને સોફ્ટ ટોપ બંને વિકલ્પમાં આવે છે. તેમાં કુલ 9 લોકો બેસી શકે છે. જ્યાં પ્રથમ હરોળમાં બે સૈનિકો અને બીજી હરોળમાં ત્રણ સૈનિકો બેસી શકે છે, પાછળની બાજુએ બેન્ચની બેઠકો આપવામાં આવી છે. આ સીટો પર કુલ 4 લોકો બેસી શકે છે.

કારમાં 2956ccનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 112hpનો પાવર અને 300NMનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4X4નું ફીચર પણ આપવામાં આવ્યું છે, જેના કારણે તે પહાડી વિસ્તારોમાંથી અને મુશ્કેલ રસ્તાઓ પર સરળતાથી પસાર થઈ શકે છે. તેમાં પાવર સ્ટીયરિંગ અને 3150mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે.

જો કે, આ કાર સામાન્ય જનતા માટે નહિ પરંતુ માત્ર સંરક્ષણ (સૈનિકો) માટે ઓર્ડર પર જ બનાવવામાં આવે છે. તેણે હવે 15,000થી વધુ બુકિંગ મેળવ્યા છે, પરંતુ કંપની દ્વારા તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp