આ કંપનીએ 2022મા વેચી 5.5 લાખ કાર, ટાટાને પણ પાછળ છોડી દીધી

PC: twitter.com

હ્યુન્ડાઈ ન માત્ર દેશમાં બીજા નંબરની સૌથી વધુ વેચાતી કાર બ્રાન્ડ છે, પરંતુ તેની કારની વિશ્વમાં સૌથી વધુ માગ છે. GM અને સ્ટેલેન્ટિસને પાછળ છોડીને હ્યુન્ડાઈ તાજેતરમાં જ ગ્લાબલ માર્કેટમાં ત્રીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની બની છે. કોરિયન કાર નિર્માતા હવે સૂચિમાં ફક્ત ટોયોટા અને ફોક્સવેગન ગ્રુપથી પાછળ છે.

ઓટો નિર્માતાએ COVID-19 મહામારીમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. તેની અસર કંપનીના ઉત્પાદન અને વેચાણ પર પણ પડી હતી. પરંતુ, તેમ છતાં, હ્યુન્ડાઇએ તેની રીકવરી કરી. આ જ કારણ છે કે ભારત સહિત ગ્લોબલ લેવલ પર હ્યુન્ડાઈ કારનું વેચાણ સતત વધી રહ્યું છે. હ્યુન્ડાઇ ઇન્ડિયા ડિસેમ્બર 2022માં સ્થાનિક વેચાણમાં 20 ટકા વૃદ્ધિ નોંધાવી છે. વેચાણ 32,312 યુનિટથી વધીને 38,831 યુનિટ થયું છે. તેનો વોલ્યુમ નફો 6.5k યુનિટ હતો.

કંપનીની નિકાસ વિશે વાત કરીએ તો, તેની નિકાસ 16,621 યુનિટથી 19K યુનિટ પર પહોંચી ગઈ છે, જે 14 ટકાનો સુધારો દર્શાવે છે. 2.4k યુનિટ પર વોલ્યુમ નફો નોંધાયો હતો. 18 ટકાનો વધારા પર સંચિત વેચાણમાં 8.9k યુનિટનો સુધારો થયો છે. આંકડો 48,933 યુનિટથી 57,852 યુનિટ પર રહ્યો હતો. જોકે, MoMનું સ્થાનિક વેચાણ 48k યુનિટથી 19 ટકા ઘટી છે. વોલ્યુમ લોસ 9,172 યુનિટ રહ્યું હતું.

વર્ષના કુલ વેચાણની વાત કરીએ, તો Hyundaiએ 5.5 લાખથી વધું યુનિટના વેચાણ સાથે નંબર 2નું સ્થાન જાળવી રાખ્યું છે. આ ટાટા મોટર્સ કરતા લગભગ 26 હજાર યુનિટ વધુ છે. Hyundai પાસે 2022 માં H1 કરતાં વધુ સારી H2 હતી. Q3 2022 1,49,710 યુનિટ પર વર્ષનો શ્રેષ્ઠ ત્રિમાસિક હતો, જે 1,27,995 યુનિટથી વધુ હતો. આશરે 22k યુનિટના વોલ્યુમ લાભ પર વેચાણ વૃદ્ધિ 16.97 ટકા રહી હતી.

ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં HMIL એ 1,06,334 યુનિટ્સથી 1,34,834 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. વોલ્યુમ લાભ 26.80 ટકાની વૃદ્ધિ પર 28.5k યુનિટ રહ્યો. H2 વેચાણ 2, 34, 329 યુનિટથી વધીને 2, 84, 544 યુનિટ થયું છે. વોલ્યુમ લાભ 50k યુનિટના આંકને પાર કરીને 21.43 ટકા રહ્યો છે. Hyundai મે થી ડિસેમ્બર 2022 દરમિયાન માસિક સ્થાનિક વેચાણમાં વૃદ્ધિ નોંધાવે છે.

Q1નું વેચાણ 1,56,205 યુનિટથી ઘટીને 1,32,672 યુનિટ થયું હતું. વોલ્યુમ લોસ 15 ટકા ઘટીને 23,533 યુનિટ રહ્યું હતું. જ્યારે Q2 2022નું વેચાણ 1,14,499 યુનિટથી 1,35,295 યુનિટ નોંધાયું હતું. વોલ્યુમ લાભ 18.16 ટકાની વૃદ્ધિ સાથે 20,796 યુનિટ રહ્યો. પ્રથમ છ મહિનામાં વેચાણ 2,70,704 યુનિટથી ઘટીને 2,67,967 યુનિટ થયું છે. વોલ્યુમ લોસ 1 ટકા ઘટીને 2,737 યુનિટ રહ્યું હતું.

2022ના અંતે ઘરેલું જથ્થાબંધ વેચાણ 5,05,033 યુનિટથી વધીને 5,52,511 યુનિટ પર પહોંચી ગયો. વોલ્યુમ લાભ 9.4 ટકાની વૃદ્ધિ સાથે 47,478 યુનિટ નોંધવામાં આવ્યો છે અને આ સાથે હ્યુન્ડાઇએ 2022ને ટાટા મોટર્સ કરતાં વધુ જથ્થાબંધ વેચાણ સાથે સમાપ્ત કર્યો, જે હાલના દિવસોમાં તેની સૌથી નજીકની રાયવલ કંપની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp