26th January selfie contest

મારુતી Wagon Rનો ફ્લેક્સ ફ્યુલ અવતાર, એકદમ ઓછા ખર્ચમાં ચાલશે કાર

PC: cartrade.com

મારુતી સુઝુકી ઇન્ડિયાએ ઓટો એક્સપોમાં પોતાની લોકપ્રિય ટોલ બોય તરીકે જાણીતી હેચબેક કાર વેગન આરના નવા ફ્લેક્સ વર્ષનનું પ્રોટોટાઇપ રજૂ કર્યું છે. નવા લુક અને ફ્લેક્સ ફ્યુલ સ્ટીકરથી સજેલી આ કાર મારુતીના પોડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. આ પહેલા આ કારને ડિસેમ્બર, 2022માં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ ટેક્નોલોજી ઓટો એક્સપોમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. મોડલને સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાનના સપોર્ટ સાથે મારુતીના સ્થાનિક એન્જિનિયરો દ્વારા સ્વદેશી રૂપે વિકસિત કરવામાં આવી છે. આ કાર 20 ટકા અને 85 ટકા ઇંધણ વચ્ચે ઇથેનોલ પેટ્રોલ મિક્સ્ડ ફ્યુઅલ પર ચાલી શકે છે.

કંપનીએ કોલ્ટ સ્ટાર્ટ અસિસ્ટ માટે હીટેડ ફ્યુલ રેલ અને ઇથેનોલ પર્સન્ટેજની જાણ માટે ઇથેનોલ સેન્સર જેવી નવી ફ્યુલ સિસ્ટમ ટેક્નિકને ડિઝાઇ કરી છે, જે એન્જિનને હાઇ ઇતેનોલ મિશ્રણો સાથે વધારે કમ્પેટિબલ બનાવવામાં મદદ કરે છે. આ કારમાં મેકેનિકલ કોમ્પોનન્ટ્સ સિવાય અન્ય કમ્પોનન્ટ્સ જેવા કે, એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, અપગ્રેડ ફ્યૂલ ઇન્જેક્ટર્સ વગેરેને પણ નવી રીતે વિકસિત કરવામાં આવી છે.

મારુતી વેગન આરના નવા ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઇપમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતા વાળું નેચરલી એસ્પિરેટે એન્જિનનો ઉપયોગ કર્યો છે, કે જે, E20 અને E85 રેન્જના ફ્લેક્સ ફ્યૂલ પર ચાલી શકે છે. કંપનીએ રેગ્લુયલર મોડલની સરખામણીમાં આ કારના એન્જિનમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેનાથી તે ઇથેનોલ મિશ્રણ પર સારી રીતે પરફોર્મ કરે છે. આ એન્જિન એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, BS6ના નવા ઉત્સર્જન નિયમોનું પણ પાલન કરે છે, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ઓટો એક્સપો દરમિયાન રજૂ કરેલી વેગન આર ફ્લેક્સ ફ્યૂલ મોડલનું ઇન્ટીરિયર રેગ્લુયલ કાર જેવું જ છે. ફ્લેક્સ ફ્યૂલ મોડલમાં સૌથી મોટો ફેરફાર એન્જિન કંપાર્ટમેન્ટમાં જ કરવામાં આવે છે. જોકે, આ એક પ્રોટોટાઇપ છે તો ફાઇનલ પ્રોડક્ટ સુધી આવતા આવતા કેટલાક ફેરફાર થઇ શકે છે.

દેશના કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ સતત વાહન નિર્માતાઓને ફ્લેક્સ ફ્યૂલ ટેક્નોલોજીને અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કેટલાક મોકા પર ખુલ્લા મંચ પરથી ફ્લેક્સ ફ્યૂલ એન્જિનના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આ ટેક્નિકના માધ્યમથી, પેટ્રોલ કારો 20 ટકાથી 85 ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણ વચ્ચે ચાલી શકશે. મારુતી સુઝુકીનું કહેવું છે કે, અમારી પાસે આખી ટેક્નોલોજી તૈયાર છે, જો પ્રોટોટાઇપ તૈયાર હોય તો અમે જલ્દીથી ફ્લેક્સ ફ્યૂલ લોન્ચ કરી શકીશું.

ફ્લેક્સ ફ્યૂલ, ગેસોલીન અને મિથેનોલ કે ઇથેનોલના મિશ્રણથી બનેલું એક વૈકલ્પિક ઇંધણ છે. ફ્લેક્સ ઇંધણ વાળા વાહનના એન્જિન એકથી વધારે પ્રકારના ઇંધણ પર ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. એન્જિન અને ફ્યૂલ સિસ્ટમમાં અમુક સંશોધનો સિવાય, આ વાહનો રેગ્યુલર પેટ્રોલ મોડલો જેવા જ હોય છે. આ કોઇ નવી ટેક્નોલોજી નથી, કાર બાઇબલ્સ અનુસાર આ ટેક્નોલોજીની શરૂઆત પહેલી વખત 1990ના દાયકામાં થઇ હતી અને મોટા પાયા પર તેનો ઉપયોગ 1994માં રજૂ કરવામાં આવેલી ફોર્ડ ટોરસમાં જોવા મળ્યો હતો. તમને જાણીને નવાઇ લાગશે કે, વર્ષ 2017 સુધીમાં, દુનિયામાં સડકો પર લગભગ 21 મિલિયન ફ્લેક્સ ફ્યૂલ વાહનો હતા.

ફ્લેક્સ ફ્યૂલનું ઉત્પાદન ભારત માટે ચિંતાનો વિષય નથી, કારણ કે, તેને શેરડી, મક્કાઇ જેવા ઉત્પાદનોથી બનાવવામાં આવે છે અને ભારતમાં પર્યાપ્ત માત્રામાં આ પાકોનું ઉત્પાદન થાય છે. શેરડી અને મક્કાઇથી બનવાના કારણે તેને આલ્કોહોલ બેઝ્ડ ફ્યૂલ પણ કહેવામાં આવે છે. તેની નિર્માણ પ્રક્રિયામાં સ્ટાર્ચ અને શુગર ફર્મેન્ટેશન કરવામાં આવે છે. તે સિવાય સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ વાળું ઇંધણ સસ્તું છે, જ્યાં પેટ્રોલની કિંમત લગભગ 100 રૂપિયાની આસપાસ છે તો ઇથેનોલની કિંમત 60થી 70 રૂપિયાની વચ્ચે જોવા મળે છે. એવામાં તે એક સારો વિકલ્પ સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp